• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Alkapuri And Gotri On Wednesday, Vasana On Thursday, Central Bus Depot Feeder On Friday And Haribhakti And Panchmukhi Feeder On Saturday.

વડોદરામાં વીજકાપ:બુધવારે અલકાપુરી અને ગોત્રી, ગુરૂવારે વાસણા, શુક્રવારે સેન્ટ્રલ બસ ડેપો ફીડર અને શનિવારે હરિભક્તિ તથા પંચમુખી ફીડરમાં વીજકાપ

વડોદરા2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • વીજ સમારકામની કામગીરીને કારણે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 4 કલાકનો વીજકાપ

આવતીકાલે બુધવારથી શનિવાર સુધી વડોદરા શહેરના અલકાપુરી, વાસણા, સેન્ટ્રલ બસ ડેપો ફીડર અને ગોત્રી વિસ્તારમાં વીજ કંપની દ્વારા સમારકામની કામગીરીને કારણે સવારે 6થી 10 વાગ્યા સુધી એટલે કે 4 કલાક વીજકાપ રહેશે.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બુધવારે અલકાપુરી સબડિવિઝનના ઇન્ડિયાબુલ્સ ફીડરમાં આવતી દિનેશ મીલ, ઇન્ડિયાબુલ્સ મોલ, વન ઇન્ડિયાબુલ્સ પાર્ક, જેતલપુર સ્લમ ક્વાટર્સ, સંપતરાવ કોલોની, હિમાલયા હોસ્પિટલ, વિનોદ બાગ, ગુજરાત કિડની હોસ્પિટલ, સ્ટેટ ઓવન્યુ, રોયલ હોટલ, વિન્ટેઝ પોઇન્ટ, જીઆઇજી હોટલ, બીના ક્લિનિક, એમરાલ્ડ વન કોમ્પલેક્ષ, લેબ કોર હોસ્પિટલ, સ્વાદિયા હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારમાં વીજકાપ રહેશે.

બુધવારે ગોત્રીના કૈલાશ ફીડરમાં વીજકાપ
તેવી જ રીતે બુધવારે ગોત્રી સબડિવિઝનના કૈલાશ ફીડર વિસ્તારમાં આવતા ઇસ્કોન મંદિર વિસ્તાર, ચીરાયુ અમીન બંગલો વિસ્તાર, સુજાતા સોસાયટી, શ્રોફ નગર, વિ.બી.નગર, નારાણપુરા વિસ્તાર, હરિનગર પાણીની ટાંકી, નિલકંઠ સોસાયટી, હરિનગર સુએઝ પંપીંગ સ્ટેશન વિસ્તારમાં વીજકાપ રહેશે.

ગુરુવારે વાસણા સબડિવિઝનના નિલામ્બર ફીડરમાં વીજકાપ
ગુરવારે નિલામ્બર ફીડરના આરાધ્યા એરીસ, નિલામ્બર ગ્રાન્ડયોર, નિલામ્બર આરકોન, નવરચના ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સાંઘાણી સ્કાય, ગેલેક્ષી બંગ્લોઝ, વિસ્પ્રીંમગ વુડ્સ, એરીસ્ટો, બ્રોડવે પ્રાઇડ, શાંતિનિકેતન, સિદ્ઘિ વિનાયક સોપાન, નિલામ્બર એલીફીસ, નિલામ્બર પાલ્મ, પ્રથમ સિટાડેલ, રિવેરા બંગ્લોઝ અને એસ્સાર પેટ્રોલ પંપની આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

શુક્રવારે અલકાપુરી સબડિવિઝનના સેન્ટ્રલ બસ સ્ટેશન ફીડરમાં વીજકાપ
શુક્રવારે શ્રીનાથધામ સોસાયટી, પટેલ કોલોની, બેલીસ કોમ્પલેક્ષ, વેલકમ ફ્લેટ, એસ.ટી. ડેપો, જનમહલ, ઇગ્નાઇટ કોમ્પલેક્ષ, લલિતા ટાવર, કડક બજાર મસ્જિદ વિસ્તાર, રંગ પ્લાઝા કોમ્પલેક્ષ અને રાજપથ હોટલની આસપાસના વિસ્તારમાં વીજકાપ રહેશે.

શનિવારે ગોત્રી સબડિવિઝનના હરિભક્તિ ફીડરમાં વીજકાપ
શનિવારે હરિભક્તિ ફીડરમાં બરોડા હાર્ટ, નિલકંઠ સોસાયટી, નારણપુરા, લાયન્સ હોલ ક્લબ, ડિસ્ટ્રીક નવી કોર્ટ, લેન્ડ માર્ક, અરુણદિપ કોમ્પલેક્ષ, અશોક સોસાયટી, ટેલિફોન એક્સચેન્જની આસપાસના વિસ્તારમાં વીજકાપ રહેશે.

વાસણા સબડિવિઝનના પંચમુખી ફીડરમાં પણ શનિવારે વીજકાપ
વાઘવાળુ ટીસી, ઇન્દિરા આવાસ, નેટ વેબ એચટી કેનેક્શન, એમ્પીરીયન સ્કાયલાઇન, નિલામ્બર ઉપવાન 1 અને 2, બ્રાઇટ સ્કૂલ, વુડાના મકાન, શાંતિધામ, નિલામ્બર બંગ્લો 1 અને 2, સ્પીંગ એક્ઝોટિકા, સેતુસેલ હાર્મોની, બેલીયર, દર્શનમ, સ્કાયલાઇન અને સ્પ્રીંગ રીટ્રીટમાં વીજકાપ રહેશે.