ચિલ્ડ્રન લિટરેચર ફેસ્ટિવલ:વડોદરાના એલેમ્બિક સિટીમાં તમામ બાળકો માટે ફ્રી સ્ટોરી ટેલિંગ, પેઇન્ટિંગ, હસ્તકલાની મજા, વિદેશી આર્ટિસ્ટ પણ આવશે

વડોદરા17 દિવસ પહેલા

વડોદરા શહેરના સારાભાઈ રોડ સ્થિત એલેમ્બિક સિટી ખાતે વિદ્યાર્થીઓ અને બાળકો માટે આજે શનિ અને આવતીકાલ રવિવાર એમ બે દિવસ માટે ચિલ્ડ્રન લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4થી 14 વર્ષના વિદ્યાર્થીઓ સ્ટોરી ટેલિંગ, વર્કશોપ, હસ્તકલા, પેઇન્ટિંગ સહિતની એક્ટિવિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે અહીં તમામ માટે એન્ટ્રી ફ્રી (નિ:શુલ્ક) છે. તેમજ તમામ એક્ટિવિટી પણ કોઇપણ ચાર્જ વિના વિદ્યાર્થીઓ કરી શકે છે.

પુસ્તકોના લેખક પણ હાજર
વડોદરાના સારાભાઇ રોડ સ્થિત એલેમ્બિક સિટી ખાતે આયોજીત બુકારો ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલના આયોજક સ્વાતી રોયે જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલ બાળકો માટે એકદમ યુનિક છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે બાળકો વાંચતા નથી. તો અમે આ ફેસ્ટિવલનું આયોજન એટલા માટે કર્યું છે કે બાળકો અહીં આવીને વાંચે, વિવિધ એક્ટિવિટી કરે. અહીં બાળકો એ પુસ્તકોના લેખકો સાથે મળી શકશે જેમણે તે પુસ્તકો લખ્યા છે.

તમામ એક્ટિવિટી પણ કોઇપણ ચાર્જ વિના વિદ્યાર્થીઓ કરી શકે છે.
તમામ એક્ટિવિટી પણ કોઇપણ ચાર્જ વિના વિદ્યાર્થીઓ કરી શકે છે.

લેખકો સહિત 22 આર્ટિસ્ટ આવશે.
તેમણે કહ્યું કે બધા બાળકોને વાંચવાનું નથી ગમતું ત્યારે અહીં પેઇન્ટિંગ, સ્ટોરી ટેલિંગ, હસ્તકલા સહિતની એક્ટિવિટી પણ છે અને તે પણ એકદમ ફ્રી. આ ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં 33 લેખક, ચિત્રકાર અને સ્ટોરી ટેલર આવ્યા છે. આ વખતે આ ફેસ્ટિવલમાં વિદેશથી પણ આર્ટિસ્ટ આવ્યા છે.

ફેસ્ટિવલ બાળકો માટે એકદમ યુનિક છે.
ફેસ્ટિવલ બાળકો માટે એકદમ યુનિક છે.

સ્પેન અને પોર્ટુગલથી આર્ટિસ્ટ આવ્યા
આ ફેસ્ટિવલમાં સ્પેનથી ઇલસ્ટ્રેટર મારિયોના કબાસા પણ આવશે. સ્પેનિશ ચિત્રકાર મારિયોના કાબાસાએ 80થી વધુ પુસ્તકોનું આર્ટવર્ક કર્યું છે. જ્યારે પોર્ટુગીઝ યુગલ, નિક અને ઇનેસ, તેમના અનન્ય સ્ટુડિયોમાં ઘણા પુસ્તકો પ્રકાશિત કરવા ઉપરાંત સમગ્ર વિશ્વમાં આર્ટ વર્કશોપ યોજે છે.

ફેસ્ટિવલમાં વિદેશથી પણ આર્ટિસ્ટ આવ્યા છે.
ફેસ્ટિવલમાં વિદેશથી પણ આર્ટિસ્ટ આવ્યા છે.

સમય સવારે 11થી સાંજે 4:30 વાગ્યા સુધી
અત્રે ઉલ્લેખનીય છે કે એલેમ્બિક સિટી ખાતે યોજાઇ રહેલ આ ચિલ્ડ્રન ફેસ્ટિવલ આજે શનિવાર અને આવતીકાલ રવિવાર એમ બે દિવસ માટે યોજાઇ રહ્યો છે. જેમાં તમામ માટે એન્ટ્રી ફ્રી છે. અને તેનો સમય સવારે 11થી સાંજે 4:30 વાગ્યા સુધીનો છે.