કાર્યવાહી:સાવલી પાસે ખેતરમાં ઘરમાંથી રું.10.87 લાખનો દારૂ પકડાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સાવલીથી પોઈચા રોડ પર ખેતરમાં બનાવેલા ઘરમાંથી એલસીબીને રૂા.10.87 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો છે. દારૂ મગાવનાર બૂટલેગર વિનુ માળી અને સંગ્રહ કરનાર કલ્પેશ પાટણવાડિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

જિલ્લા એલસીબીએ સાવલી-ભાદરવા ચોકડી ખાતે રહેતો વિનુ રતિલાલ માળી બહારથી વિદેશી દારૂનો જથ્થો મગાવી સાવલીથી પોઈચાના રોડ પરના વેરાઈ માતાના મંદિરની બાજુમાં કલ્પેશ ગોવિંદભાઈ પાટણવાડિયાના ખેતરમાં બનાવેલા ઘરમાં દારૂનો જથ્થો સંતાડે છે તે બાતમીને આધારે તપાસ કરતાં કોઈ મળી આવ્યું ન હતું. પોલીસે 10.87 લાખની વિદેશી દારૂ-બિયરની 292 પેટી કબજે કરી વિનુ રતિલાલ માળી, કલ્પેશ ગોવિંદભાઈ પાટણવાડીયા (સાવલી સિહોરા ભાગોળ, સાવલી) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...