તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવી દારૂબંધી:સંસ્કારનગરી વડોદરામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, યુવાને 4 બોટલો આપીને ખરીદનાર પાસેથી 600 રૂપિયા લીધા, વીડિયો વાઇરલ

વડોદરા3 મહિનો પહેલા
  • સમા પોલીસ કહે છે, વીડિયો ક્યાંનો છે એની તપાસ કરવી પડશે

ગુજરાતમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ મળે છે અને પીવાય છે, એ પણ વાસ્તવિકતા છે. સંસ્કારીનગરીમાં પણ વિદેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સમા વિસ્તારમાં વિદેશી દારૂના વેપલાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઈ છે. જોકે પોલીસનું કહેવું છે કે વીડિયો ક્યાંનો છે એની તપાસ કરવી પડશે.

વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી ગઈ
પોલીસ રોજબરોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થાને ઝડપે છે છતાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં 24 કલાક દારૂ મળી રહે છે, ત્યારે વડોદરા શહેરમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો એક વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી છે. વાઇરલ થયેલો આ વીડિયો સમા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા સમા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં એક વ્યક્તિ વિદેશી દારૂની 4 નાની બોટલો લઈને આવે છે અને એક વ્યક્તિને આપે છે. બદલામાં તે 600 રૂપિયા લેતો નજરે પડે છે.

પોલીસનું કહેવું છે કે વીડિયો ક્યાંનો છે એની તપાસ કરવી પડશે.
પોલીસનું કહેવું છે કે વીડિયો ક્યાંનો છે એની તપાસ કરવી પડશે.

દારૂ ખરીદનાર વ્યક્તિ 600 રૂપિયા આપે છે
વીડિયોમાં દારૂ લેનારી વ્યક્તિ કહે છે, કેટલા રૂપિયા આપવાના છે, તો દારૂ આપનારી વ્યક્તિ કહે છે, 600 રૂપિયા આપવાના છે. ત્યાર બાદ દારૂ ખરીદનારી વ્યક્તિ 600 રૂપિયા કાઢીને આપતો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. આ અંગે સમા પોલીસને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વીડિયો વાઇરલ થયો છે, પરંતુ એ ક્યાંનો છે એ તપાસ કરવી પડશે.

વાઘોડિયા તાલુકાના જરોદની રેફરલ હોસ્પિટલ પાસે LCBએ વોચ ગોઠવીને વડોદરામાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
વાઘોડિયા તાલુકાના જરોદની રેફરલ હોસ્પિટલ પાસે LCBએ વોચ ગોઠવીને વડોદરામાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.

ગઇકાલે જ LCBએ વડોદરા લવાતો દારૂ પકડ્યો હતો
વાઘોડિયા તાલુકાના જરોદની રેફરલ હોસ્પિટલ પાસે LCBએ વોચ ગોઠવીને વડોદરામાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 2.62 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ વડોદરા શહેરમાં ઘુસાડવાનો હતો. પોલીસે ઝડપાયેલા રાજસ્થાનના ઠંગલા ગામના રહેવાસી નરેશકુમાર કૈલાસચંદ્ર મેઘવાલ, પુષ્કરલાલ શાંતિલાલ મેઘવાલ અને વડોદરા શહેરના અજબડી મિલ પાસે રહેતા સબ્બીરમિંયા સલીમમિયાં મલેકની વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના મેઘવાલના રહેવાસી નીરજ સુથારે ભરાવ્યો હતો. જોકે આ વિદેશી દારૂનો જથ્થો વડોદરામાં ક્યાં આપવાનો હતો એ અંગેની કોઇ માહિતી પોલીસને મળી નથી.

પોલીસે રૂપિયા 2.62 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી.
પોલીસે રૂપિયા 2.62 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી.
અન્ય સમાચારો પણ છે...