વડોદરા:અલ્વી વ્હોરા સમાજના ધર્મગુરૂ અને તેમના 2 ભાઇ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મગુરૂ સહિત ત્રણેય ભાઇઓ 14મેના રોજ કોરોના સંક્રમિત થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

કોરોના વાઈરસનો ભોગ બનેલા અલવી વ્હોરા સમાજના ધર્મગુરૂ હાતીમ ઝાકીયાઉદ્દીન(ઉઁ.62) તથા તેમના બે ભાઇઓ નરૂદ્દીન ભાઇસાહેબ(ઉં.42) અને ડો. ભાઇસાહેબ(ઉં.40)ને  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ધર્મગુરૂ સહિત ત્રણેય ભાઇઓ 14મેના રોજ કોરોના સંક્રમિત થયા હતા અને તેઓને 15 મેના રોજ વાઘોડિયા રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ કરવામાં આવેલા ટેસ્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 
ધર્મગુરૂને હોસ્પિટલમાંથી રજા અપાતા અલવી વ્હોરા સમાજમાં આંદની લાગણી પ્રસરી ગઇ
અલવી વ્હોરા સમાજના ધર્મગુરૂના બે ભાઇઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને પહેલા રજા આપી દેવામાં આવી હતી. આજે ધર્મગુરૂને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ધર્મગુરૂને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અલવી વ્હોરા સમાજમાં આંદની લાગણી પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...