• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Al Falah Trust Receives Rs 10 Crore To Rs 12 Crore Annually, 5 Including Murtuza Kaid From Dubai Were Summoned To Appear Before Vadodara Police

ધર્માંતરણ અને ફંડિંગ કેસ:અલફલાહ ટ્રસ્ટમાં દર વર્ષે 10થી 12 કરોડ ફંડ આવતુ હતું, દુબઇના મુર્તુઝા-કાઇડ સહિત 5ને વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલાયું

વડોદરાએક મહિનો પહેલા
ભારત-નેપાળ બોર્ડરના રાજ્યોમાં મુસ્લિમ લોકોને તેમજ રોહિગ્યાને મદદ કરવા માટે વાપરતા હોવાની સલાઉદ્દીન અને ઉમરે કબૂલાત કરી
  • ભારત-નેપાળ બોર્ડરના રાજ્યોમાં મુસ્લિમો-રોહિગ્યાને મદદ કરવા ફંડ વાપરતા હોવાની સલાઉદ્દીન-ઉમરની કબૂલાત
  • SITની પૂછપરછમાં બંનેની કાશ્મીરના શબ્બીર સાથે સંપર્ક હોવાની ચોંકાવનારી કબૂલાત
  • શબ્બીરની મદદથી જમ્મુ કાશ્મીરના પથ્થરબાજોને પણ આર્થિક મદદ કરાઇ હોવાની દિશામાં તપાસ શરૂ
  • મૂળ વડોદરાના અને હાલ અક્કલકૂવામાં રહેતા શિક્ષક મુફ્તી ફારુકે શબ્બીર સાથે સંપર્ક કરાવ્યો હતો
  • પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યાઓને મદદ કર્યા બાદ કાશ્મીરના શબ્બીરને પણ પાંચ લાખ ફંડ આપ્યું હતું
  • સલાઉદ્દીન-ઉમર ગૌતમનું કાશ્મીરના શબ્બીરને ફંડિગ, પથ્થરબાજો સાથે કનેક્શન હોવાની શંકા
  • બંનેએ ત્રણ વખત જમ્મુ કાશ્મીરની મુલાકાત પણ લીધી

ચકચારી ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં તપાસ કરી રહેલી વડોદરા શહેર પોલીસની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, અલફલાહ ટ્રસ્ટને દર વર્ષે 10થી 12 કરોડ ફંડ મળતુ હતું અને ભારત-નેપાળ બોર્ડરના રાજ્યોમાં મુસ્લિમ લોકોને તેમજ રોહિગ્યાને મદદ કરવા માટે વાપરતા હોવાની સલાઉદ્દીન અને ઉમરે કબૂલાત કરી છે. આ ઉપરાંત દુબઇના મુર્તુઝા અને કાઇડ સહિત 5ને 21 ઓક્ટોબરે વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું છે.

ફંડ ધર્માંતરણ તેમજ રોહિંગ્યાની મદદ માટે વાપરતા હતા
એસઆઇટીના એસીપી ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, દર વર્ષે 10થી 12 કરોડ રૂપિયા ફંડ ટ્રસ્ટમાં આવતુ હતું અને આ ફંડ ધર્માંતરણ તેમજ રોહિંગ્યાની મદદ માટે વાપરવામાં આવતુ હતું. ભારત-નેપાળના સરહદી વિસ્તારમાં આસામ, બિહાર અને યુપી જેવા રાજ્યોમાં વસતા મુસ્લિમો તેમજ રોહિગ્યાને મદદ કરવામાં આવતી હતી. આ ઉપરાંત ધર્માંતરણ માટે ફંડ કરવામાં આવતો હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે.

દુબઇના મુર્તુઝા-કાઇડ સહિત 5ને વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલાયું
દુબઇના મુર્તુઝા-કાઇડ સહિત 5ને વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલાયું

22 કરોડ રૂપિયા FCRA દ્વારા મળ્યા
અત્યાર સુધીમાં 22 કરોડ રૂપિયા FCRA દ્વારા અને 60થી 80 કરોડ રૂપિયા હવાલા મારફતે અબ્દુલ્લા ફેફડાવાળાએ દુબઇના મુસ્તુફા ખાનાવાલા અને કાઇડ જોહેર ધોળકાવાલા મારફતે વડોદરાના સલાઉદ્દીન શેખ સુધી રકમ પહોંચી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે એસઆઇટી દ્વારા દુબઇના મુસ્તુફા અને કાઇડ સહિત 5 લોકોને સમન્સ મોકલી આપ્યા છે. ચાઇનાથી વાયા દુબઇ માલ મંગાવતા હતા, ત્યાંથી ઓછી કિંમત બતાવીને ભારત લાવતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ દ્વારા બંનેની સઘન પૂછતાછ જારી રખાઇ
અલફલાહ ટ્રસ્ટના એફસીઆરએ બેંક ખાતા દ્વારા ફંડ મેળવીને રોહિંગ્યાઓને મદદ કરાઇ હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસે આ મુદ્દાની ઝીણવટભરી તપાસ શરુ કરી હતી. કેટલા રોહિંગ્યાઓને બંનેએ મદદ કરી હતી અને ભારતમાં આશરો મેળવવા માટે તેમને અન્ય કઇ મદદ પુરી પડાઇ હતી તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા બંનેની સઘન પૂછતાછ જારી રખાઇ છે.

ઉમર ગૌતમે 7 દેશોમાં ફરીને લોકોનું બ્રેઇન વોશ કર્યું હતું
ઉમર ગૌતમ પોતે ધર્મ પરિવર્તન કર્યા બાદ અલગ અલગ સંસ્થાઓ સાથે જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે ઉમર ગૌતમ દુબઇ, યુકે, અમેરિકા, સાઉદી અરેબીયા, કઝાકીસ્તાન અને બાંગ્લાદેશ તથા સાઉથ આફ્રીકામાં પણ ગયો હતો. અને ત્યાં તેણે લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો અને પોતાના ટ્રસ્ટોની માહિતી આપીને સેવાકીય પ્રવૃત્તિઓની પણ લોકોને માહિતી આપતો હતો. તમામ સ્થળોએ તે મુસ્લીમ ધર્મ સર્વ શ્રેષ્ઠ છે તેમ જણાવીને મુસ્લીમ ધર્મની સારી વાતો લોકો સમક્ષ રજુ કરતો હતો.

અલફલાહ ટ્રસ્ટમાં દર વર્ષે 10થી 12 કરોડ ફંડ આવતુ હતું
અલફલાહ ટ્રસ્ટમાં દર વર્ષે 10થી 12 કરોડ ફંડ આવતુ હતું

નબીપુરનો ફેફડાવાળા ન ફરક્યો, હવે પોલીસ ફરી સમન્સ આપશે
પોલીસે જણાવ્યું હતું કે 60 કરોડની હવાલાની રકમના મુદ્દે યુકેના મુળ નબીપુરના અલફલાહ ટ્રસ્ટના અબ્દુલ્લા ફેફડાવાળાને સોમવારે 18 તારીખે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું પણ તે હાજર રહ્યો ન હતો કે તેમનો જવાબ પણ પોલીસને મળ્યો ન હતો જેથી પોલીસ હવે નીકટના ભવિષ્યમાં ફરીથી સમન્સ આપી હાજર રહેવા જણાવશે. સલાઉદ્દીનના 13 બેંક ખાતાઓની પણ પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે અબ્દુલ્લા ફેફડાવાળા થોડા સમય પહેલા મુળ વતન નબીપુર આવ્યો હતો અને ત્યારે તેમના ઘેર ઉમર ગૌતમ પણ આવેલો હતો.

દુબઇના મુર્તુઝા-કાઇડ જોહરને 21મીએ હાજર રહેવા સમન્સ
તપાસમાં બહાર આવ્યું હતું કે યુકેસ્થિત અબ્દુલ્લા ફેફડાવાળાએ હવાલાથી મોકલેલી રકમ મુળ મુંબઇના પણ હાલ દુબઇમાં રહેતા મુર્તુઝા શેખ અને કાઇડ જોહરવાળા મારફતે મુંબઇ મોકલી હતી જેથી પોલીસે બંનેને સમન્સ પાઠવીને આગામી 21 ઓકટોબરે વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું.

અલફલાહ ટ્રસ્ટ-તૈયબ ટ્રસ્ટે યુપીમાં 350 મકાનો બનાવ્યાં
અલફલાહ ટ્રસ્ટ- તૈયબ ટ્રસ્ટ દ્વારા યુપીના શામલીમાં 350 મકાનો બનાવ્યા છે જયાં ધર્મ પરિવર્તન કરેલા લોકો ઉપરાંત ગરીબોને આશરો અપાયો છે અને તેમને મદદ અપાઈ રહી છે. મુળ યુપીના પણ હાલ યુએસમાં રહેતા હાસીમ મૌલાના સલીમ કાલવીની ભુમિકાની પોલીસ તપાસ કરી રહી છે.

ધર્માંતરણ માટે ફંડ કરવામાં આવતો હોવાની કબૂલાત આરોપીઓએ કરી
ધર્માંતરણ માટે ફંડ કરવામાં આવતો હોવાની કબૂલાત આરોપીઓએ કરી

ચીનથી માલ મગાવી હવાલો પાડતા હતા
અબ્દુલ્લા ફેફડાવાળા અને ઉમર ગૌતમ તથા સલાઉદ્દીને હવાલાથી મોટી રકમ મેળવવા માટે દુબઇના વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. દુબઇના વેપારીઓ ચાઇનાના વેપારી પાસેથી માલ મંગાવ્યા બાદ મોટી રકમ હવાલા મારફતે ભારત મોકલતા હતા. વિદેશથી ફંડ મોકલવામાં અબ્દુલ્લા ફેફડાવાળા માસ્ટર માઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું. ફેફડાવાળા, સલાઉદ્દીન અને ઉમર ગૌતમ તાજેતરના દિલ્લીના કોમી તોફાનો બાદ દિલ્લી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...