તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બરોડા ડેરીની ચૂંટણીમાં કરજણ ઝોન માટે ભાજપ પક્ષનો જૂથવાદ બહાર આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. જેને લઈને ડેરીના ચેરમેન દિનુમામાએ અક્ષય પટેલને પાર્ટીની શિસ્તમાં રહેવાની શીખામણ આપી ચેતવણી અાપી હતી કે આજે તમારો વારો તો કાલે અમારો વારો આવશે. હું પણ યાદ કરાવીશ કે ‘શેરના માથે સવાશેર હોય’ છે.પાર્ટીના મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે અને જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલે અમને કરજણ ઝોનમાંથી સતીષ નિશાળીયાને ઉમેદવારી પત્ર ભરાવવા જણાવ્યું હતું. જેથી હું મારી સાથે ભાજપ પ્રેરીત પેનલ તરફથી ઉમેદવારી ફોર્મ ભરાવવા લઈ ગયો હતો. મારે અક્ષય પટેલને એટલું જ કહેવાનું કે ‘આજે તમારો વારો તો કાલે અમારો વારો’ આવશે.તમને જેમ પાર્ટીની નથી પડી તેમ અમારો વારો આવશે ત્યારે અમારે પણ વિચારવું પડશે.
ચોથા દિવસે 11 ફોર્મ ભરાયા, બે બેઠક બિનહરીફ જાહેર
બરોડા ડેરીની ચૂંટણીમાં 4 ડિસેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરાવવાના ચોથા દિવસે કુલ 11 ફોર્મ ભરાયા હતા. આમ કુલ 48 ફોર્મ ભરાયા હતાં, જેમાં ડમી ફોર્મ કાઢતા કુલ 41 ફોર્મ મુખ્ય હતાં. જોકે નસવાડી અને પાવીજેતપુર ઝોન માટે જી.બી.સોલંકી અને રણજીતસિંહ રાઠવાના એક-એક ફોર્મ ભરાતા બંને બેઠકો બિનહરીફ ચૂંટાઈ હતી.જ્યારે હવે 11 ઝોનની બેઠકો પર 28 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.
દિનુમામા આવી વાહિયાત વાતો કરવાનું બંધ કરે
જગદેવસિંહ પરિહાર કોંગ્રેસના હોય તો દિનુમામા સાબિત કરી બતાવે અને આવી વાહિયાત વાતો કરવાનું બંધ કરે ભાજપે સતીશ નિશાળિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં તો ધારાસભ્ય તરીકે મને જાણ નથી કરી. તેમજ જગદેવસિંહે તો સતીશ નિશાળીયા પહેલા ફોર્મ ભર્યું છે. જ્યારે પાર્ટી નક્કી કરશે કે જગદેવસિંહ પરિહાર ફોર્મ પરત લેશે કે નહીં. - અક્ષય પટેલ,ધારાસભ્ય, કરજણ
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.