નવા બ્રિજની ભેટ મળશે:વડોદરામાં 3.5 કિમીના બ્રિજથી 5 મિનિટમાં જ ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે, 4080 મકાન બને એટલુ સ્ટીલ, 3.52 કરોડ કિલો સિમેન્ટ વપરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે તેટલુ સ્ટીલ બ્રિજની કામગીરીમાં વપરાશે

વડોદરા શહેરમાં 222 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે. ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાય ઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ભેટ મળશે. વડોદરામાં 3.5 કિમીના ફ્લાયઓવરથી માત્ર 5 મિનિટમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે અને ઇંધણની બચત થશે.

3.52 કરોડ કિલો સિમેન્ટ વપરાશે
10200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાયઓવર એવો હશે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશેગેંડા સર્કલથી શરૂ થતાં આ ફલાય ઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્લોપ આપવામાં આવ્યો છે.

222 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે
222 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે

4080 મકાન બને એટલુ સ્ટીલ વપરાશે
ફ્લાયઓવરમાં ઉપયોગમાં લેવામાં આવનાર 10,200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. તેવી જ રીતે સિમેન્ટનો પણ 35,200 મેટ્રિક ટન ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે મકાનમાં આટલો સિમેન્ટનો વપરાશ 14.08 લાખ ચોરસ ફૂટમાં થઈ શકે છે. જો એક મકાન 500 ચોરસફૂટનું ગણવામાં આવે તો તેવાં 2816 મકાન આટલા સિમેન્ટથી બની શકે છે.

વધુ એક બ્રિજની ભેટ મળશે
136 પિલર ફ્લાયઓવર માટે ઊભા કરાયાં
7 ટ્રાફિક સર્કલ બ્રિજમાં આવશે

20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે તેટલુ સ્ટીલ બ્રિજની કામગીરીમાં વપરાશે
20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે તેટલુ સ્ટીલ બ્રિજની કામગીરીમાં વપરાશે

વધુ એક 2 કિમી લાંબો બ્રિજ બની શકે
આ ઉપરાંત વડોદરા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર એસ્ટેટ ચાર રસ્તા તથા વૃંદાવન ચાર રસ્તાના 2 અલગ-અલગ બ્રિજ બનાવવા અથવા સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ ઓવરબ્રિજ બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી સળંગ ઓવરબ્રિજ બને તો તેની લંબાઇ 2 કિમીની હશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવવા મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત રજૂ કરી છે.

136 પિલર ફ્લાયઓવર માટે ઊભા કરાયાં
136 પિલર ફ્લાયઓવર માટે ઊભા કરાયાં
અન્ય સમાચારો પણ છે...