તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:શહેરમાં 18થી 45 વર્ષના એકેયને બીજો ડોઝ અપાયો નથી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં લક્ષ્યાંક સામે 65 ટકા રસીકરણ પૂરું
  • વધુ 9586 લોકોએ રવિવારે વેક્સિન મૂકાવી

શહેરમાં રવિવારે 9586 લોકોએ વેક્સિન મૂકાવી હતી. આ સાથે શહેરમાં કુલ રસીના લક્ષ્યાંક 15,71,953ની સામે હજી સુધી 10,22,045 લોકોએ રસી મૂકાવતાં લક્ષ્યાંક 65 ટકા પૂરો થયો હતો.

સૌથી વધુ રસીકરણ 18થી 45 વર્ષના વયજૂથમાં 6699 થયું હતું. જોકે શહેરમાં 18થી 45 વર્ષની વચ્ચેના વયજૂથમાં એક પણ વ્યક્તિને રસીનો બીજો ડોઝ હજી આપવામાં આવ્યો નથી. જ્યારે ગુજરાતના આણંદ, ભરૂચ, ગીર-સોમનાથ અને ખેડા જિલ્લામાં રસીના બીજા ડોઝનો ધમધમાટ પણ શરૂ થઇ ચૂક્યો છે. જોકે વડોદરામાં સૌથી વધુ રસીકરણ આ જ વયજૂથમાં 3,86, 897નું પૂરું થઇ ગયું છે. તાજેતરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પણ બહોળા પ્રમાણમાં રસીકરણ શરૂ કરવાથી આગામી સમયમાં રસીકરણની કામગીરી વધુ તેજ બનશે. બીજી તરફ સયાજીગંજ પોલીસ દ્વારા રવિવારે 1045 રિક્ષાચાલકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી વેક્સિન અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...