કૌભાંડના તાર વડોદરા સુધી:ડિગ્રી કૌભાંડમાં રિલીફ એજ્યુકેશન ટ્રસ્ટના અજિત સોનવણેની ધરપકડ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર ડિગ્રી કૌભાંડના તાર વડોદરા સુધી લંબાયા
  • યુવક પાસે 5 લાખ લઈ BHMSનું નકલી સર્ટિ. આપ્યું હતું

છોટાઉદેપુર ખાતેના ડિગ્રી કૌભાંડના તાર વડોદરા સુધી પહોંચ્યા છે. દાંડિયાબજાર વિસ્તારમાં રિલીફ એજ્યુકેશન ટ્રસ્ટ ધરાવતા અજિત સોનવણેનું નામ કૌભાંડમાં સામે આવ્યું છે. ગત રાતે છોટાઉદેપુર પોલીસ અને રાવપુરા પોલીસે તેની ધરપકડ કરીને તેની ઓફિસમાં તપાસ કરી હતી. પોલીસે કમ્પ્યૂટર પણ કસ્ટડીમાં લીધું હતું. દાંડિયાબજાર બ્રાહ્મણ સભા હોલની સામે આવેલા સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના બીજા માળે અજિત સોનવણે કમ્પ્યૂટર ક્લાસ અને પેરામેડિકલના કોર્સના ક્લાસ રિલીફ એજ્યુકેશન ટ્રસ્ટના નામે ચલાવે છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, તેણે કવાંટ ખાતે રહેતા કૌશિક રાઠવાને 5 લાખ લઈને બીએચએમએસનું નકલી પ્રમાણપત્ર બનાવી આપ્યું હતું. પોલીસે આ વિશે તપાસ કરતાં આ પ્રમાણપત્ર કેવલ પંડ્યા નામે બહાર આવ્યું હતું. વનીતા વસાવા પણ રિલીફ એજ્યુકેશન ટ્રસ્ટમાં નર્સિંગના કોર્સ માટે જોડાયાં હતાં, પણ સંસ્થા વિશે શંકા જતાં તેમણે સંસ્થા છોડી દીધી હતી, પણ તેમના નામનું ખોટું નર્સિંગનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું.

આ વિશે પોલીસે વનીતા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, અજિતે પ્રમાણપત્ર લઈ જવા અને પૈસા આપવા માટે અનેક ફોન કર્યા હતા પણ તે ગયાં નહોતાં. પોલીસને અજિતના ફોનમાંથી પણ તમામ ખોટાં ડોક્યૂમેન્ટ તથા રિલીફ એજ્યુકેશન ટ્રસ્ટના નામે પૈસાની લેવડ-દેવડના પુરાવા પણ મળી આવ્યા હતા. આ વિશે અજિતની પત્નીએ જણાવ્યં હતું કે, સંસ્થાએ કંઈ ખોટું નથી કર્યું અને સંસ્થા રજિસ્ટ્રર્ડ છે. અમે પોલીસ તપાસમાં પૂરો સહયોગ આપીશું. છોટાઉદેપુર પોલીસે િડગ્રી કૌભાંડમાં પકડેલા બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...