મુલાકાત:આર્ટ્સનો E આકાર અને ગુંબજ જોઇ અજીત ડોભાલ અભિભૂત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અચાનક MSUની મુલાકાતે પહોંચ્યા
  • સુરક્ષાના​​​​​​​ વીસી, રજિસ્ટ્રાર હાજર કેમ્પસ પોલીસ છાવણીમાં તબદીલ

નેશનલ સીકયોરીટી એડવાઇઝર અજીત ડોભાલે એમ.એસ.યુનિ.માં અનઔપચારિક મુલાકાત લીધી હતી. SOU ખાતે પરિષદમાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે વડોદરાથી રવાના થતા પહેલા યુનિની મુલાકાત લેવાની ઇચ્છા વ્યકત કરી હતી. સાડા ચાર મીનીટની મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હેડ ઓફીસ પહોંચ્યા હતા. જયાં વીસી,રજીસ્ટ્રારે તેમને આવકાર્યા બાદ આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસીક ગુંબજની મુલાકાતે ગયા હતા. જેને જોઇને અજીત ડોભાલે પૂછયું હતું કે આ કયારે બનાવવામાં આવ્યું હતું.

યુનિ.ના સત્તાધીશોએ જણાવ્યું હતું કે 1880 માં 8.50 લાખના ખર્ચે આ બિલ્ડિંગ બન્યું હતું. જે ઇંગ્લીશ મુળાક્ષર E જે એજયુકેશનનો પ્રથમ અક્ષર છે તેના જ આકારમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે બિલ્ડિંગ તૈયાર કરાવ્યું હતું. આ ડોમ એશીયામાં સૌથી મોટો બીજા નંબરનો હોવાનું પણ જણાવ્યું હતું. પ્રેમાનંદ હોલ અને શ્રી અરવિંદોનો કક્ષ પણ આવેલો હોવાનું જણાવીને જે તે સમયે શ્રી અરવિંદો દ્વારા કરાતી પ્રવૃત્તિ વિશે માહિતી અપાઇ હતી. યુનિવર્સિટી સત્તાધીશોને તેઓના આગમનની જાણ સાંજે 6 વાગ્યે થઇ હતી. સુરક્ષાના કારણોસર કોઇને હાજર રહેવા દેવાયા ના હતા. વીસી, રજીસ્ટ્રાર અને પીઆરઓ જ હાજર રહ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...