તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટસ:રણજીમાંથી હટાવી અજિત ભોઇટેને અંડર-19ના કોચ બનાવાયા

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જી-1 ટુર્નામેન્ટ માટે વડોદરાની ટીમ જાહેર

આગામી 8થી 12 ફેબ્રુઆરી સુધી કોટંબી ખાતે અંડર-19 વન-ડે જી-વન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે, જેમાં વડોદરા,સૌરાષ્ટ્ર અને ગુજરાતની ટીમો ભાગ લેશે. જેના માટે બીસીએ દ્વારા અંડર-19 ટીમની જાહેરાત કરાઈ છે. વડોદરા પ્રથમ મેચ ગુજરાત સામે 8મી ફેબ્રુઆરીએ રમશે.વડોદરા ટીમના અંડર-19ના કોચ તરીકે અજીત ભોઇટેને મુકવામાં આવ્યા છે.

બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું કે ‘ટીમના 15 નામ જાહેર કરાયા છે. જેમાં પરિક્ષિત પાટીદાર (સુકાની), મહેશ પીઠિયા (ઉપસુકાની), ધ્રુવ પટેલ, હર્ષ દેસાઈ, લક્ષ્યજીત પઢિયાર, રાજવીરસિંહ જાધવ, આર.કેસુર, જર્સીસ વાડીયા, આદિત્ય મેનન, હર્ષીલ પ્રજાપતિ, અંશ પી.પટેલ, કરણ ઉમઠ, અંશ ડી.પટેલ, ભાસ્કર તુંગારે અને અનિલ ત્રિવેદી સામેલ છે.હાલ અંડર-19ના કોચ તરીકે અજીત ભોઇટેને મૂકાયા છે. જી-વન ટુર્નામેન્ટ બાદ તેમને ક્યાં મૂકવા તે કમિટી નક્કી કરશે.

ઉલેખનીય છે કે અજીત ભોઇટેના આગમન બાદ મુશ્તાક અલી ટ્રોફીમાં વડોદરા ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને ગયા વર્ષે અંડર-19 ટીમ તેમના કોચ પદ હેઠળ નેશનલ ચેમ્પિયન બની હતી. આ ચોંકાવનારા ફેરફાર અંગે બીસીએના જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું કે, અજીત ભોઈટેને સિનીયર ટીમ અને અંડર-19 બંનેમાં રાખવાની જરૂર હતી.

બીસીએના પ્રવક્તા સત્યજિતસિંહ ગાયકવાડે જણાવ્યું કે ‘8 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ વડોદરા અને ગુજરાત વચ્ચે રમાશે, બીજી મેચ 9મીએ સૌરાષ્ટ્ર-ગુજરાત અને ત્રીજી મેચ 10મી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર-વડોદરા વચ્ચે રમાશે.આ લીગ મેચો બાદ ફાઇનલ મેચ 12મી ફેબ્રુઆરીના રોજ રમાડાશે.આ ટુર્નામેન્ટ માટે કોટંબી ખાતેની વિકેટ બીસીસીઆઈના ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવી છે. આ અગાઉ કોટંબી મેદાન ખાતે લોકલ ટીમો વચ્ચે મેચો રમાડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો