• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Air Monitoring Station Project Sanctioned In The Previous Budget Of The Municipality, None Of The 5 Air Monitoring Stations Were Started.

ભાસ્કર વિશેષ:પાલિકાના ગત બજેટમાં મંજૂર કરાયેલો એર મોનિટરિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ હવામાં, 5માંથી એક પણ શરૂ ન કરાયું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે તેના માપદંડ માટે સ્ટેશન સ્થાપવાનો નિર્ણય લેવાયો હતો
  • એક સ્ટેશન સ્થાપવામાં એક કરોડનો ખર્ચ થાય

શહેરના પ્રદૂષણના માપદંડ રાખવા માટે વડોદરામાં 5 એર મોનિટરિંગ સ્ટેશન સ્થાપવા માટે વડોદરા મહાનગર પાલિકાએ વર્ષ 2022-23ના બજેટમાં આયોજન કર્યું હતું. હવે કોર્પોરેશનના અધિકારીઓ નવા બજેટની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ ગત બજેટનાં એર મોનિટરિંગ સ્ટેશન ફક્ત ચોપડા પર જ રહ્યા છે. અને તેના માટે કોઈ પણ તૈયારીઓ હજુ પણ શરૂ કરવામાં આવી નથી. એક સ્ટેશન સ્થાપવા માટે એક કરોડથી વધુનો ખર્ચ થઈ શકે તેમ છે. જેના માટે કેન્દ્રમાંથી ગ્રાન્ટ નહીં મળતાં હવે કોર્પોરેશનના માથે આ માટેની તમામ જવાબદારી આવી ગઈ છે.

વડોદરા શહેરમાં વધતા પ્રદૂષણ મુદ્દે તેનો માપદંડ રાખવા માટે ગત બજેટમાં જણાવ્યું હતું કે, શહેરમાં પ્રદૂષણના માપદંડ માટે એર પોલ્યુશન કંટ્રોલ સ્ટેશન સ્થાપવામાં આવશે. જોકે વડોદરા શહેરમાં આજ સુધી એક પણ એર મોનિટરિંગ સ્ટેશનની કામગીરી હજુ ચાલુ પણ થઈ નથી.

બીજી તરફ જીપીસીબી દ્વારા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં એર એપોર્સમેન્ટ સ્ટડી કરવામાં આવે છે, જે હવામાં રહેલા રજકણો કયા પ્રકારના છે તે જાણવા માટે પણ ઉપયોગી બની રહે છે અને એર મોનિટરિંગ સ્ટેશન પર 24 કલાક હવાની ક્ષમતા માટે માપદંડ નક્કી થઈ શકે છે. જોકે તેના માટે કેન્દ્રમાંથી ગ્રાન્ટ માગવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અનેકવાર ટેન્ડરિંગ પ્રક્રિયા કરી છે
ટેન્ડરિંગ પ્રક્રિયા અનેક વખત કરી છે, હજુ સુધી તેની યોગ્ય જરૂરિયાત પૂર્ણ થઈ નથી. તેના કારણે આ પ્રોજેક્ટ એરણે ચડ્યો છે. - કશ્યપ શાહ, એન્વાયર્ન્મેન્ટ એન્જિનિયર

​​​​​​​આવશ્યકતાની ચકાસણી કરાયા બાદ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે
આખા ગુજરાતમાં એર એમ્બિએન્ટ માટે પ્રયાસ થયા હતા. પરંતુ આવશ્યકતા શું છે તે ચકાસ્યા બાદ આ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે. - ડો હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...