તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:એરપોર્ટ પર ગત વર્ષ જેવી સ્થિતિ રોજ માત્ર 125 યાત્રીનો ફૂટફોલ, એર ઇન્ડિયા દ્વારા મુંબઈની ફ્લાઈટ બંધ કરાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા એરપોર્ટ પર ગત વર્ષે લોકડાઉન ખૂલ્યા બાદની સ્થિતિ જેવો માહોલ ફરી ખડો થયો છે. વડોદરા એરપોર્ટ પર 7 ફ્લાઇટના શિડ્યુલ હોવા છતાં રોજના સરેરાશ મુસાફરોની સંખ્યા 125 નોંધાય છે. કોરોનાની બીજી લહેર શરૂ થતાં પહેલાં ગુજરાતના ડોમેસ્ટિક એરપોર્ટમાં સૌથી વધુ મુસાફરોનો ફૂટફોલ વડોદરા એરપોર્ટ નોંધાતો હતો, જે દર રવિવારે એક હજાર મુસાફરો સુધી પહોંચ્યો હતો. જોકે હવે મુસાફરો અને ફ્લાઇટ બંને ઘટ્યાં છે.

એર ઇન્ડિયા દ્વારા 28 માર્ચથી મુંબઈની ફ્લાઈટ બંધ કરાઈ છે. એર ઇન્ડિયા દ્વારા 80 ટકા ફ્લાઇટનું સંચાલન કરવાનો નિર્ણય કરાતાં વડોદરાની ફ્લાઇટનું ભોગ લેવાયો છે. જ્યારે દિલ્હી- વડોદરાની ફ્લાઇટ 1 એપ્રિલથી શરૂ કરવાની હતી, જે એક મહિના બાદ શરૂ કરાશે. દિલ્હીની ફ્લાઇટ વાયા અમદાવાદ ઓપરેટ થતી હતી તે વડોદરા દિલ્હી ડાયરેક્ટ ફ્લાઇટ કરાઈ છે. ઈન્ડિગો દ્વારા દર રવિવારે મુંબઈની નવી ફ્લાઇટ શરૂ કરાશે.

યાત્રીઓનો RTPCR ટેસ્ટ ચેક કરાશે
વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાત બહારથી આવતી ફ્લાઇટના તમામ મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ ચેક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડોદરા એરપોર્ટ ખાતે 7 ફ્લાઇટના શિડ્યુલ છે 1 એપ્રિલથી નવા નિયમનો અમલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો