આપઘાત:એરફોર્સના જવાનની પોતાની જ ઇન્સાસ રાઇફલથી આત્મહત્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામપ્રસાદ હરિયાણાના વતની હતા, વડોદરામાં ફરજ બજાવતાં હતા
  • હથિયાર સાફ કરતાં ટ્રીગર​​​​​​​ દબાઇ જતાં ગોળી વાગી : પરિવારજનો

શહેરના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે ફરજ બજાવતા 53 વર્ષ જવાને પોતાની ડ્યુટી દરમિયાન પોતાની પાસેની ઇન્સાસ રાયફલથી ગળા પર ગોળી મારી આપઘાત કરી લેતા દોડધામ મચી હતી. હરણી પોલીસ દ્વારા મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક જવાનના પરિવારજનો સાથે વાત કરવામાં આવતાં તેમણે હથિયાર સાફ કરતા ટ્રીગર દબાઇ જવાના કારણે ગોળી વાગવાથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ મૂળ હરિયાણાના રોહતકમાં રહેતા તે પણ વર્ષીય રામપ્રસાદ જાટ શહેરના દરજીપુરા એરપોર્ટ સ્ટેશન ખાતે ડીએસસી પ્લાર્ટુન ખાતે રહેતા હતા અને વોચ ટાવર ઉપર ભરત બજાવતા હતા ત્યારે 24 તારીખે બપોરે અંદાજે 2:25 વાગ્યા ના સુમારે પોતાના પાસેની ઇન્સાસ રાઇફલ દ્વારા ડ્યુટીના સમયે ગળામાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. હરણી પોલીસ દ્વારા મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે પોલીસે આપઘાત કરવા અંગે કોઈ કારણો જણાવ્યા નથી પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે આપઘાત કેમ કર્યો તે અંગેની તપાસ ચાલી રહી છે.

સમગ્ર વિશ્વમાં હરણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વેકરીયા ને પૂછતા તેવો દવાખાના વર્ધી સિવાય કોઈપણ વિષયથી અજાણ હોવાનું જણાવ્યું હતું તેઓ માત્ર એક રટન કરતા હતા કે મૃતકના પરિવારજનમાં તેમનો પુત્ર આવ્યો છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે જોકે ઇન્સાસ જેવી રાયફલથી પોતાના ગળા ઉપર ગોળી મારી લેવાની ગંભીર ઘટના અંગે હરણી પોલીસ મથકના પીઆઇને 24 કલાક જેવો સમય થવા છતાં કોઈપણ માહિતી નથી તે કેટલા કલાકથી ડ્યુટી પર હતો તે પણ તેમની પાસે માહિતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું ફરજ ઉપર જવાન પોતાના પર્સનલ કોઈ ટેન્શનમાં હતો કે ફરજ પરનું તેને ભારણ હતું તેવા કોઈ પ્રશ્નના પ્રાથમિક તપાસમાં કોઈ પણ માહિતી બહાર આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં આર્મી જવાને આપઘાત કર્યા એની ઘટનાઓ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...