આપઘાત:અમદાવાદના વેપારીનો સ્ટેશનના ગેસ્ટ હાઉસમાં આપઘાત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના અલકાપુરી ગરનાળા પાસે આવેલા વિજય ગેસ્ટ હાઉસમાં 27 વર્ષિય વેપારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરતાં દોડધામ મચી હતી. બનાવ અંગે ગોત્રી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ પાસે આરટીઓ ઓફિસ નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને ભંગારના વેપારી તરીકે કામ કરતા 27 વર્ષીય મહેશ રાજપૂત ગુરુવારે વડોદરા ખાતે આવ્યા હતા. તેઓ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલકાપુરી ગરનાળા પાસે આવેલા વિજય ગેસ્ટ હાઉસના ત્રીજા માળે રૂમ નંબર 9માં રોકાયા હતા.

દરમિયાન શુક્રવારે સવારે તેમણે દરવાજો ન ખોલતાં સ્ટાફ દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. જોકે રૂમમાંથી કોઈ પ્રત્યુત્તર ન મળતાં આખરે દરવાજો ખોલી તપાસ કરતાં તેઓ પંખા સાથે શર્ટ વડે ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યા હતા. મહેશ રાજપૂતે આ પગલું કેમ ભર્યું તે અંગેનાં કારણો હજુ સુધી જાણી શકાયાં નથી.

અન્ય સમાચારો પણ છે...