તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કૌભાંડ:અમદાવાદી ઠગ પ્રિન્સનું ~50 કરોડનું ઇનપુટ ક્રેડિટ કૌભાંડ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદી ઠગ પ્રિન્સનું ~50 કરોડનું ઇનપુટ ક્રેડિટ કૌભાંડ

બોગસ કંપનીઓ ઊભી કરીને કોઇ પણ જાતનો માલ ક્યાય સપ્લાય કર્યા વિના બિલિંગ પ્રવૃત્તિ કરીને રૂ. 50 કરોડની ઇનપુટ ક્રેડિટ ઓન કરતા અમદાવાદી ભેજાબાજ પ્રિન્સની વડોદરા સીજીએસટીએ ધરપકડ કરીને તેને જેલના હવાલે કરી દીધો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારના અક્ષરધામ ફ્લેટમાં રહેતો પ્રિન્સ મનીષ ખત્રી કાંકરિયા પાસેના પીબી પારેખ ટાવરમાં વાયએસપી એન્ડ એસોસિયેટ્સ નામે ઓફિસ ધરાવે છે. તેણે દાહોદના ઉકરડી અને રેંટિયા ગામે કુલ 15 જેટલી જુદી જુદી બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ તમામ કંપનીઓના જીએસટી નંબર મેળવ્યાં હતા. આ માટે આ બોગસ કંપનીઓના માલિકો પણ બતાવ્યા હતા. પણવડોદરા સેન્ટ્રલ જીએસટી વિભાગને આર્થિક વહેવારોની તપાસ કરતાં શંકા જતાં વિભાગે આ બોગસ કંપનીઓની સ્થળ તપાસ કરી હતી અને કંપનીના માલિકોને જોતા અને પૂછપરછ કરતા આ ‘માલિકો’ પૈકી ચાની કીટલી ચલાવતા, ખેડૂત અને ઝૂંપડાવાસીઓ તથા કારકૂન નીકળ્યા હતા અને તેમણે આવી કોઇ કંપનીને જીએસટી નંબર લેવાઅંગેની માહિતી હોવાનો ઇન્કાર કર્યો હતો. આ કંપનીઓ પૈકી કેટલાકના તો સરનામા પણ એક જ હતા. એક સ્થળે તો કંપનીના સરનામે ખેતર જોવા મળ્યું હતું. આ અમદાવાદી ઠગ પ્રિન્સે એક કંપનીના માલિક તરીકે જેનું નામ આપ્યું હતું,

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો