તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Ahmedabad: Police Arrested A Couple From Ahmedabad For Allegedly Defrauding Them Of Rs 1.98 Crore In The Name Of Issuing Tourist Visas. Earlier, Three People Were Arrested.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા પોલીસની કાર્યવાહી:ટુરિસ્ટ વિઝા અપાવવાના નામે 1.98 કરોડનું ફુલેકું ફેરવનાર દંપતીની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી, અગાઉ ત્રણ લોકો પકડાયા હતા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે દંપતીની અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. - Divya Bhaskar
પોલીસે દંપતીની અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

શહેરમાં ટુરીસ્ટ વિઝા અપાવવાના નામે રૂપિયા 1.98 કરોડોનું ફૂલેકુ ફેરવી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા સ્ટાર્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ભેજાબાજ સંચાલક દંપતિની શહેર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રૂપિયા લઈ દંપતી રફુચક્કર થઈ ગયું હતું
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પુલીન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્રા ઠક્કર સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ ચલાવતા હતા. જેમાં વિદેશ પ્રવાસે જવા ઇચ્છુકોને તેઓ ટુરિસ્ટ વિઝા અપાવવાની કામગીરી કરતા હતા. વર્ષ 2018માં ઠક્કર દંપતિએ જુદા જુદા લોકો પાસેથી રૂ. 1,98, 98,317નુ ફુલેકુ ફેરવી ઓફીસને તાળા મારી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ વિઝા તો ઠીક રૂપિયા પણ પરત ન મળતા સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દંપતી સહિત પાંચ લોકો સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ હતી.

પોલીસે અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી
સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સહિત અન્ય લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધાતા ઠક્કર દંપતી ફરાર થઇ ગયું હતું. પોલીસે આ મામલે અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ઠક્કર દંપતિનો કોઇ પત્તો લાગ્યો ન હતો. છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દંપતિની શોધખોળ કરતી પોલીસને આખરે સફળતા મળતા અમદાવાદાના નારણપુરા વિસ્તારમાંથી પુલિન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્રા ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, સ્ટાર ટુર્સ એન્ટ ટ્રાવેલ્સના સંચાલક દંપતીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. જેઓ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી ઓમપ્રકાશ ફુડ ટીફીન સર્વિસનું કામ કરતા હતા. હાલ તેઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી રિમાન્ડ અંગેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો