• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ahmedabad Middle aged Drowned While Bathing In Narmada On The Banks Of Malharrao Ghat In Chandod, Rescued By Female Members Of Gram Rakshak Dal

રામ રાખે તેને કોણ ચાખે:ચાંદોદના મલ્હારરાવ ઘાટના કિનારે નર્મદામાં સ્નાન કરતા અમદાવાદના આધેડ ડૂબ્યા, ગ્રામ રક્ષક દળની મહિલા સભ્યોએ રેસ્ક્યૂં કર્યાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નદી કાંઠે ફરજ બજાવતી મહિલા સુરક્ષા જવાનોએ આધેડનો બચાવ કર્યો હતો. - Divya Bhaskar
નદી કાંઠે ફરજ બજાવતી મહિલા સુરક્ષા જવાનોએ આધેડનો બચાવ કર્યો હતો.
  • બચાવો.. બચાવોની બૂમો વચ્ચે નદી કાંઠે બંદોબસ્તમાં આવેલા મહિલા ગ્રામ રક્ષકોએ બચાવ કર્યો

આપણે ત્યાં કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે. આઉક્તિ યાત્રાધામ ચાંદોદના મલ્હારરાવ ઘાટના કિનારે ચરિતાર્થ થઈ હતી. નર્મદા નદીમાં સ્નાન કરતી વેળા એકાએક પાણીના પ્રવાહમાં તણાઈ ડૂબી રહેલા અમદાવાદના આધેડને ઘાટ ખાતે ફરજ પર હાજર ગ્રામ રક્ષક દળની મહિલા સભ્યોએ બચાવી લીધાં હતાં. બચાવો બચાવોની બૂમો સાંભળીને એકપણ ક્ષણનો વિલંભ કર્યા વગર ગ્રામ્ય રક્ષક દળની મહિલાઓએ પાણીમાં ઉતરીને આઘેડનો જીવ બચાવ્યો હતો.

પગ લપસતાં તણાવા લાગેલા
મળેલી માહિતી પ્રમાણે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રના મહાત્મ્યને લઇ વર્ષભર અનેક શ્રદ્ધાળુઓ વિધિ વિધાન અને નર્મદા સ્નાન અર્થે ચાંદોદ આવતા હોય છે. શુક્રવારની સાંજે અમદાવાદ હવેલીની પોળ, ખાડિયા વિસ્તારમાં રહેતા આધેડ કમલેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ ચાંદોદ નર્મદા સ્નાન માટે ગયા હતા. નર્મદા નદીના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે નાહવા ઉતર્યાં હતાં. દરમિયાન પગથિયામાં ચીકણી માટી હોવાથી એકાએક પગ લપસી જતા તે પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.

પગ લપસી જતાં આધેડ નદીમાં તણાવા લાગ્યાં હતાં.
પગ લપસી જતાં આધેડ નદીમાં તણાવા લાગ્યાં હતાં.

રીંગ નાખી કિનારે લવાયા
કમલેશભાઇ શાહે બચાવો... બચાવોની બૂમરાણ મચાવતા ઘાટ ખાતે ફરજ પર હાજર જીઆરડીની મહિલા સભ્યો મીનાબહેન નિલેશભાઈ તડવી, સુમિત્રાબેન રણછોડભાઈ બારીયા સહિત અન્ય મહિલા સભ્યો દોડી ગયાં હતાં. એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર વહેતા પાણીમાં ઉતરી બચાવ માટેની રીંગ નાખી આધેડને કિનારે ખેંચી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. મોતને હાથ તાળી આપનાર કલ્પેશભાઇ શાહ પાસેથી પરિવારજનોને માહિતી મેળવી જી.આર.ડી.ના જવાનોએ તેમના પરિવારને જાણ કરતા તેઓ ચાંદોદ દોડી આવ્યાં હતાં. જ્યાં કમલેશભાઇને હેમખેમ જોતા હાશકારો અનુભવ્યો હતો.