શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી પોલીસે પિસ્તોલ અને દારૂની બોટલ સાથે અમદાવાદના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
કમરે પિસ્તોલ લટકાવી ઊભો હતો
વડોદરામાં સયાજીગંજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સિગ્નેચર કાફે પાસે રોડ પર એક શખ્સ પિસ્તોલ જેવું હથિયાર કમરે ભરવી ઉભો છે. જેથી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને શકમંદને અટકાયતમાં લઇ તેની પૂછપરછ હાથધરી હતી. જેમાં આરોપી પાસેથી કમરના ભાગે લટકાવેલ પિસ્તોલ મળી આવી હતી. તેમજ આરોપી સમીરભાઇ હસમુખભાઇ શાહ (રહે. શ્રીહરી બ્લેસિંગ, કર્ણાવતી એપાર્ટમેન્ટ-2ની સામે, નારોલ-લાંભા રોડ, અમદાવાદ)નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
કારમાં આવ્યો હતો આરોપી
પોલીસે સમીર શાહ અમદાવાદથી વડોદરા આઇ-20 કાર લઇને આવ્યો હતો તેની પણ તપાસ કરી હતી. જેમાં કારમાંથી દારૂની એક બોટલ પણ મળી આવી હતી. આમ પોલીસે અમદાવાદના સમીર શાહની પિસ્તોલ, દારૂની બોટલ અને કાર સાથે ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.