વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પોલીસની 25 ટીમો કામે લાગી, ગુજરાત-કર્ણાટક સહિતના રાજ્યોમાં તપાસ શરૂ; આરોપીઓ બેથી વધુ હોઈ શકે છેઃ રેલવે આઇજી

વડોદરા2 મહિનો પહેલા
વડોદરામાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ બે નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ વલસાડ ખાતે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં આપઘાત કર્યો હતો
  • વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી લઇ જઇને યુવતી પર બંને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું
  • વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાધેલી હાતલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો

વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમોને શોધવા રાજ્યની 5 એજન્સીઓ કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને FSLની ટીમ આજે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી છે અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુવતીની કપડાં ભરેલી બેગ પણ ઘટના સ્થળે લાવવામાં આવી હતી.

પોલીસની 25 ટીમો કામે લાગી, 400થી વધુ CCTV તપાસ્યા
રેલવે આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ બેથી વધુ હોઈ શકે છે. આ કેસની તપાસ માટે પોલીસની 25 ટીમો કામે લાગી છે. ગુજરાત કર્ણાટક સહિત અલગ-અલગ રાજ્યોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે 400થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા છે. આરોપીઓને ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે. રાજ્ય સરકારે પણ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.

પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે
પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે

વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના CCTV મેળવવાની કાર્યવાહી શરૂ
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાઇ નવસારીની અને હાલ વડોદરામાં રહેતી 18 વર્ષીય છાત્રાએ 4 નવેમ્બરના રોજ આપઘાત કર્યા બાદ પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી, જેમાં યુવતી પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ બાદ રેલવે પોલીસે તપાસ શરુ કરી છે પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. તે સાથે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં આંતરીક ભાગોમાં ઇંજાના નિશાન હોવાનું જણાવાયું છે.

ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે
ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

યુવતી વડોદરામાં ભણવા સાથે સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરતી હતી
મૂળ નવસારીની અને છેલ્લા 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી 18 વર્ષીય યુવતી સાઇકલ લઇને પસાર થઇ રહી હતી, ત્યારે વડોદરાના વેક્સિન મેદાન પાસે રિક્ષા ચાલકે ટક્કર માર્યા બાદ બે વ્યક્તિએ બળજબરીથી રિક્ષામાં બેસાડી મોઢામાં ડૂચો મારી અને હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી ગયા હતા.જ્યાં યુવતી પર બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. એક બસ ચાલક બસ પાર્ક કરવા મેદાનમાં જતા બંને ભાગી છુટ્યા હતા.

વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી લઇ જઇને યુવતી પર બંને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું
વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી લઇ જઇને યુવતી પર બંને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું

તપાસમાં અમદવાદ ક્રાઇમ બ્રાંચ જોતરાઇ
બસ ચાલકની મદદથી યુવતી ચકલી સર્કલ પાસે આવી હતી જયાં તેની સાથે કામ કરતી એક યુવતીને પણ બોલાવાઇ હતી. યુવતીએ ઘેર ગયા બાદ પોતાની ડાયરીમાં પોતાની ઉપર ગુજારાયેલા અત્યાચારની કથની વર્ણવી હતી. ત્યારબાદ મરોલી કામ માટે જવાનું કહીને ઘેરથી નિકળ્યા બાદ તેણે ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રેલવે પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ કરાતા યુવતી વડોદરામાં રહેતી હોવાનું જણાયું હતું જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવતીના ઘેર જઇ તપાસ કરતાં ડાયરી મળી હતી. જેમાં આ સ્ફોટક ઘટના વર્ણવેલી હતી. તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, જીઆરપી રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત પોલીસ અને વલસાડ રેલવે પોલીસ સહિતની તપાસ એજન્સીઓ પણ જોતરાઇ છે.

વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાધેલી હાતલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાધેલી હાતલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો

ફરિયાદનું ના કહેનાર સહેલીની પૂછપરછ
યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી હતી અને યુવતી સાથે ઘટેલ કથિત ઘટનાના દિવસે ઓફિસમાં શુ થયું હતું તે અંગે તપાસ કરવાની સાથે સંસ્થાના સંચાલકો અને સ્ટાફ પાસેથી વિગતો મેળવી હતી. ઘટના પહેલા અને પછી સંસ્થાની કેટલીક વ્યક્તિઓ સાથે યુવતીએ વાત કરી હતી. તે શું વાત થઈ હતી તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે યુવતીના મોબાઇલ ડીટેઇલ ઉપરાંત વેક્સિન મેદાનની આસપાસના સીસી ટીવી ફુટેજ પણ ચેક કરી રહી છે.

યુવતી વડોદરામાં ભણવા સાથે સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરતી હતી
યુવતી વડોદરામાં ભણવા સાથે સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરતી હતી

અમે બહું આઘાતમાં છીએ કે, અમારી છોકરી સાથે આવુ કૃત્ય થયું
ઓએસીસના માયા સોનીએ જણાવ્યું હતું કે, અમે બહું આઘાતમાં છીએ કે અમારી છોકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે. અમે અમારી છોકરી ગુમાવી છે. જેથી વધુ કંઇ કહી શકીએ તેવી સ્થિતિ નથી. છોકરીએ મેસેજ કર્યો હતો પણ જે નંબર નો અમે રેગ્યુલર ઉપયોગ કરતા નથી. જો કે રેગ્યુલર નંબર પર મેસેજ કર્યો હોત તો જાણ થઇ શકત.

બેગમાંથી સુસાઇડ નોટના ટુકડા મળ્યા
સુત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત ક્વીનમાંથી પોલીસને યુવતીની બેગ મળી હતી જેમાં કાગળના નાના નાના ટુકડા જોવા મળ્યા હતા. આ ટુકડાને બહાર કાઢીને ટ્રેનની સીટ પર ગોઠવીને તેને જોડવાના પોલીસે પ્રયાસ કર્યા હતા. કાગળમાં કંઇક લખેલું હતું જેને ઉકેલવામાં પોલીસને ભારે મહેનત કરી હતી પણ નિષ્ફળતા મળી હતી.આખરે ઘરેથી ડાયરી મળી હતી.

મારે મન હળવું કરવું છે પણ સાંભળનાર કોઇ નથી!
પીડિતાએ ડાયરીમાં લખ્યું હતું કે, પોતે ચકલી સર્કલથી આવતી હતી ત્યારે પાછળથી કોઇએ તેની સાયકલને ધક્કો મારતાં દિવાલ સાથે ભટકાઇ નીચે પડી ગઇ હતી. તેવામાં બે જણાએ તેની આંખ બાંધી દીધી હતી. બાદમાંતેણીએ ચીસો પાડતાં નરાધમોએ મોઢા ઉપર દુપટ્ટો બાંધી દીધો હતો. તેણી અર્ધબેભાન થઇ જતાં બન્ને હવસખોરોને લાગ્યું કે તે મરી ગઇ છે. એટલે ઢસડીને ઝાડીઓમાં લઇ જઇ રહ્યાં હતા. રસ્તા પરનો પત્થર માથામાં વાગતા તે ભાનમાં આવી અને બંનેને ખબર પડી કે તેનામાં હજી જીવ છે એટલે ભાગી છુટ્યા હતા. તેણી હેબતાઈ ગઇ હતી. તેણે ખૂબ રડવું હતું. પોતાની સાથે બનેલી ઘટના કોઇને કહીં મન હળવું કરવું હતું પણ તેને સાંભળનાર કોઇ ન્હોતુ. તેણીએ કહ્યું કે,