તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અમદાવાદના બૂટલેગરનો દારૂ કુમેઠા પાસેથી પકડાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27 હજારના દારૂ સાથે બે ખેપિયાની ધરપકડ કરી: રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો લવાયો

વાઘોડિયા પોલીસે રાજસ્થાનના ઉદેપુર થી અમદાવાદ દારૂનો જથ્થો લઈ જઈ રહેલી કારને કુમેઠા ગામ પાસે કોર્ડન કરી તેમાંથી બે ખેપીયાઓને ઝડપી લીધા હતા. પોલીસે ગાડીમાંથી રૂા.27 હજારનો વિદેશી દારૂના પાઉચ અને ક્વાર્ટર નંગ 326 ઝડપી લીધા હતાં. દારૂનો જથ્થો અમદાવાદના બુટલેગરે રાજસ્થાનથી મંગાવ્યો હતો,જ્યારે બુટલેગરે ખેપીયાઓને દારૂ લાવવા માટે કાર પણ આપી હતી.

લાલ કલરની મહિન્દ્રાની અમદાવાદ પાસીંગની ટીયુવી 300 કારમાં વિદેશી દારૂ ભરી હાલોલ તરફથી વડોદરા શહેર તરફ જવાનો છે. તેવી બાતમીથી પોલીસે કુમેઠા ગામ પાસે વોચમાં હતાં. ત્યારે ગાડી આવતા પોલીસે તેને કોર્ડન કરી રોકી દિધી હતી. ગાડીમાં બેઠેલા સચીન દેવકીશન પારાસર (રહે-આગરા,ઉત્તરપ્રદેશ) અને બબલુખા મેવાતી (રહે-આગરા,ઉત્તરપ્રદેશ) ની પોલીસે અટકાયત કરીને કારની તલાસી લેતા ગાડીની વચ્ચેની શીટના નીચેના ભાગે તથા ગાડીની ડીકીના અંદરના ભાગે વિદેશી દારૂની નાની કાચની બોટલો અને પુઠાના નાના પાઉચમાં વ્હિસ્કીનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી રૂા.27 હજારનો દારૂ ઝડપાયો હતો

અન્ય સમાચારો પણ છે...