વડોદરા શહેર નજીક સિંઘરોટ ખાતેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવા મામલે અમદાવાદની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓના નામ રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારની ધરપકડ કરી હતી. આ આરોપીઓને આજે સાંજે વડોદરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના આગામી 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી ATS આ ત્રણેય આરોપીઓને લઇને અમદાવાદ રવાના થઇ હતી.
વ્યાજખોરોની બાતમી સામાજીક સંગઠનો પણ આપે: પોલીસ કમિશ્નર
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર શમશેરસિંઘની આગેવાનીમાં આજે ગાંધીનગર ગૃહ ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમાં પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે વ્યાજખોરોની બાતમી વિવિધ સામાજીક સંગઠનો અને લોકો પણ અમને જણાવે અને તેમની સામે કાર્યવાહી કરીશું. વ્યાજખોરો સામેની ઝુંબેશમાં પોલીસ કમિશ્નરને 27 લોકોએ વ્યાજખોરો સામે રજૂઆત તેમજ ફરિયાદ કરી હતી. આ સિવાય પોલીસ હેલ્પ ડેસ્ક, ડિસ્ટ્રીક રજીસ્ટ્રાર સહિતના અધિકારીઓ મળી કુલ 101 રજૂઆતો વ્યાજખોરો સામે આવી છે. હવે પોલીસે આ તમામ સામે તપાસ કરશે.
વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન
બીજી તરફ શહેરમાં વ્યાજખોરીની અનેક ફરિયાદો બાદ ધરપકડ કરવામાં આવેલા ઓમ ફાયનાન્સના પ્રણવ ત્રિવેદીની ઓફિસ ખાતે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ અને તપાસની કામગીરી કરવામાં આવી હતી. તેમજ તેના નાણાકીય વ્યવહારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.