વડોદરા નફીસા આપઘાત કેસ:દુષ્પ્રેરણા આપનાર અમદાવાદના આરોપી રમીઝ શેખની ધરપકડ, 'તારે મરવું હોય તો મરી જા' કહેતા પ્રેમિકાએ ફાંસો ખાધો હતો

વડોદરા3 મહિનો પહેલા
  • વડોદરામાં નફીસાએ ભાડાના ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું

વડોદરાના ચકચારી નફીસા આત્મહત્યા કેસમાં અમદાવાદના દાણીલીમડાના આરોપી રમીઝ શેખની પોલીસે ધરપકડ કરી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા શેખે ગત 20 જૂનના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા પ્રેમી રમીઝ શેખે લગ્નનો ઇનકાર કરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે નફીસાની બહેન સુલતાનાએ રમીઝ શેખ વિરૂદ્ઘ વડોદરાના જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી રમીઝ શેખની ધરપકડ કરી છે.

રમીઝે લગ્નનો ઇનકાર કરતા નફીસાએ ફાંસો ખાધો હતો
ઉલ્લેખનીય છે કે, રમીઝે નફીસા સાથે રિલેશનશીપ રાખી લગ્નનો ઇનકાર કરતા પહેલા દવા પી ત્યાર બાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી સાબરમતીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અમદાવાદ પોલીસે તેને બચાવી લીધી હતી. જ્યાર બાદ વડોદરા ખાતે નફીસાએ ભાડાના ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.

નફીસાએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી સાબરમતીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
નફીસાએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી સાબરમતીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અક્ષરશઃ ફરિયાદ
ફરિયાદી બનેલી નાની બહેન સુલતાનાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારૂં રહેણાકનું મકાન નાનું હોય જેથી મારી બહેન નાફીસા મારી મોટી બહેન યાસ્મીન સાથે રહેતી હતી. ત્યારબાદ સને-2020થી મારી બહેન તાંદલજા રીઝવાન ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને તે દરમ્યાન તે અમારા ઘરે મળવા આવતી જતી હતી અને મારી સાથે મોબાઈલ ઉપર વાતોચીતો પણ કરતી હતી. તે દરમિયાન આ મારી બહેન નફીસાએ મને જણાવેલ કે હું રમીઝ શેખ નામનો છોકરો કે જે અમદાવાદનો છે અને વડોદરા ખાતે નોકરી કરે છે તેની સાથે રીલેશનશીપમાં છું અને તેની સાથે હું વાતચીત કરું છું. તેવી હકીકત મને જણાવેલ અને મારી બહેન નફીસાએ આજથી આશરે એકાદ વર્ષ પહેલા મને જણાવેલ કે રમીઝ અહેમદભાઇ શેખ રહે, દાણીલીમડા, અમદાવાદ મારી સાથે લગ્ન કરવાનો છે અને અમ બન્ને લીવ ઇન રીલેશનશીપમાં રહીએ છીએ. હું આ રમીઝના ઘરે અમદાવાદ ખાતે અવાર-નવાર તેની સાથે ગયેલ છું અને રમીઝ પણ રજાના દિવસે મારી રૂમ પર આવી મારી સાથે રહે છે.

રમીઝે લગ્નની ના કહેતા દવા પીધી
આજથી આશરે ચાર માસ પહેલા મોડી રાત્રીના મારા ભાઈ સાબીરના ફોન ઉપર મારી બહેન નફીસાનો ફોન આવેલ અને જણાવેલ કે મને પેટમાં દુખે છે જેથી હું અને મારો ભાઇ સાબીર નુરજહા પાર્કમાં ગયા હતા અને મારી બહેન નફીસાને ગેલેક્ષી હોસ્પિટલ ખાતે લઇ જતા ત્યા તેણે મને જણાવેલ કે રમીઝે મને લગ્ન કરવાની ના પાડેલ છે જેથી મેં દવા પીધેલ છે. તેવી હકીકત મને જણાવેલ જેથી મેં રમીઝને આ બાબતે જાણ કરતા રમીઝના પરિવારવાળા ગાડી લઇને હોસ્પિટલમાં આવેલ અને તેઓએ રમીઝને સમજાવવા માટે જણાવેલ હતુ અને ત્યારબાદ મારી બહેન નફીસા અને રમીઝ બન્ને એકબીજાની સાથે સારી રીતે વાતચીત કરતા હતા.

વડોદરા ખાતે નફીસાએ ભાડાના ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું
વડોદરા ખાતે નફીસાએ ભાડાના ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું

રમીઝે નફીસાને કહ્યું- તારી સાથે કોઈ લેવા દેવા નથી
રમીઝે મારી બહેન નફીસા સાથે રમઝાન મહિના બાદ લગ્ન કરવાની વાત કરેલ હતી અને ત્યારબાદ તા. 14/06/2022ના રોજ સવારના અમદાવાદ, રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાંથી મારા ફોન ઉપર ફોન આવેલ અને મને જણાવેલ કે તમારા બહેન નફીસા સાબરમતી રીવરફ્રન્ટમાંથી કૂદી મરી જવાનો પ્રયાસ કરેલ છે અને અમે તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ. જેથી હું તથા મારી મોટી બહેન યાસ્મીન અને મારા બનેવી ઇલ્યાસભાઇ અમદાવાદ ખાતે ગયા હતા. મારી બહેનને જઈને મળતા મને જણાવેલ કે હું રમીઝને મળવા માટે તેના ઘરે ગયેલ હતી અને રમીઝ ઘરે ના મળતા મેં રમીઝને ફોન કરતા મને જણાવેલ કે મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી, મારે તારી સાથે લગ્ન કરવા નથી. જેથી મે તેને વિનંતી કરેલ કે સબંધ તોડવાથી મારે સમાજમાં જોવા જેવુ નહી રહે, નીકળવા જેવું નહી રહે અને હું હેરાન થઈ જઈશ. તેણે મને જણાવેલ કે તારે મરી જવુ હોય તો મરી જા એવી વાત કરેલ મને મનમાં લાગી આવતા હું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જઈ નદીમાં કુદી ગઇ હતી.

નફીસા સતત ડીપ્રેશનમાં રહેતી હતી
મારી બહેનને અમારા ઘરે રહેવા માટે લઈ આવેલ અને રમીઝે તેને લગ્ન કરવાની ના પાડેલ હોય જેથી મારી બહેન ડીપ્રેશનમાં રહેતી હતી. ગત તા.19/06/2022 ના રાત્રીના અગીયારેક વાગે મારી બહેને મને જણાવેલ કે મને ઉંઘ નથી આવતી. હું નુરજહા પાર્ક ખાતે જઈ સુવા માટે જાવ છુ તેમ જણાવી જતી રહેલ. ત્યારબાદ સવારના દસેક વાગ્યાના સુમારે મારી બહેનની મિત્ર શબનમ અમારા ઘરે આવેલ અને જણાવેલ કે નફીસાએ તેની રૂમ ઉપર ગળેફાસો ખાઈ લીધેલ છે. જેથી અમો તાત્કાલીક ત્યા જઈ જોતા મારી બહેન નફીસાએ છત ઉપર લાગેલ પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ મરણ ગયેલી હાલતમાં સુવડાવેલ હતી. આ મારી બહેન નફીસાને રમીઝ અહેમદભાઇ શેખે લગ્ન કરવાની વાત કરી તેની સાથે લગ્ન નહીં કરે તેવું કહીં તેને મરવા માટે મજબુર કરતા મારી બહેન તેના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

પ્રેમી રમીઝે 'તારે મરવું હોય તો મરી જા' કહેતા પ્રેમિકાએ ફાંસો ખાધો હતો.
પ્રેમી રમીઝે 'તારે મરવું હોય તો મરી જા' કહેતા પ્રેમિકાએ ફાંસો ખાધો હતો.

આપઘાતના પ્રયાસ અંગે રમીઝ જાણ તો હોવા છતાં દરકાર ન લીધી
2020થી રમીઝે મરણ જનાર મારી બહેનને વિશ્વાસ આપેલ કે હું તારી સાથે લગ્ન કરીશ અને લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યા બાદ ફરી જઈ મારી બહેન સાથે સબંધ તોડી નાખેલ. જેના કારણે મારી બહેને વિનંતી કરેલ કે સબંધ તોડવાથી મારે સમાજમાં જોવા જેવુ કે નીકળવા જેવુ નહી રહે અને હું હેરાન થઈ જઈશ તેમ છતા રમીએ કોઈ પણ પ્રકારની દરકાર નહી કરી અને આ અ ગાઉ પણ એ વખતે મારી બહેને રમીઝના કારણે આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો અને રમીઝ પોતે જાણે છે કે તે જીવી શકે તેમ નથી તેમ છતા તેણે પોતે કોઈ દરકાર ના રાખી અને મરણ જવા માટે દુષ્પ્રેરણા કરતા જેના કારણે મારી બહેન પોતાની જિંદગી ગળે ટુંપો ખાઈ ટુકાવી દીધેલ હોય. જેથી મારી આ રમીઝ શેખની વિરુધ્ધમાં કાયદેસર તપાસ થવી ફરીયાદ છે.

અન્ય સમાચારો પણ છે...