તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંડેસરા કૌભાંડ:અહેમદ પટેલના જમાઈની 2.41 કરોડની સંપત્તિ જપ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંડેસરા કૌભાંડમાં ઇરફાન સિદ્દીકી, ડીનો મોરિયા, અકોલ બરોચી, સંજય ખાનની કુલ 8 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ

શુક્રવારે સ્ટર્લિંગ બાયોટેકના સાંડેસરા બંધુઓના 16,000 કરોડના કૌભાંડમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ )એ કાર્યવાહી હાથ ધરીને રૂ. 8 કરોડની સંપતિઓ પ્રિવેન્શન ઓફ મની લોંડરિગ એક્ટ અંતર્ગત જપ્ત કરી હતી. આ જપ્તીમાં કોંગ્રેસના પૂર્વ અગ્રણી અહેમદ પટેલના જમાઇ ઇરફાન અહેમદ સિદ્દિકીની પણ 2.41 કરોડ રૂપિયાની અચલ સંપતિ જપ્ત કરી હતી. આ ઉપરાંત બોલિવૂડ એક્ટર ડિનો મોરિયાની રૂ. 1.4 કરોડની, અકીલ બલોચીની રૂ.1.98 કરોડ અને સંજયખાનની રૂ. 3 કરોડની સંપતિ સહિત 8 સ્થાવર મિલકતો, 3 વ્હીકલ્સ, સંખ્યાબંધ બેંક અકાઉન્ટ્સ, શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ જપ્ત કર્યા છે. ઇડી દ્વારા જુદા જુદા પ્રોવિઝનલ જપ્તીના હુકમો પ્રિવેન્શન ઓફ મની લોંડરિંગ એક્ટના સેક્શન-5 અંતર્ગત કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધી ઇડી દ્વારા 4ની ધરપકડ કરાઇ છે.

જ્યારે હજી પણ મુખ્ય કૌભાંડીઓ સાંડેસરા બ્રધર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા ઉપરાંત દીપ્તી ચેતન સાંડેસરા અને હિતેશ પટેલ વિશેષ કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં છે. ઇડીની તપાસમાં ખુલ્યું છે કે ઇરફાન અહેમદ સિદ્દિકીએ અગાઉ 3.51 કરોડ રૂપિયાના વહેવારો સાંડેસરા બંધુઓ સાથે કર્યા હતા તે તપાસની રડારમાં હતા. ઇડીની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, સાંડેસરા બંધુ સાથે સંજયખાને રૂ. 3 કરોડ, ડિનોમોરિયાએ રૂ.1.4 કરોડ, અકીલ બલોચી સાથે 12.54 કરોડના વહેવારો કર્યા હતા. અગાઉ ઇડીએ 14,513 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. આ જપ્તી સાથે હવે જપ્તીની કુલ સંપતિ 14,521 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. આ કૌભાંડ જે કુલ રૂ. 16000 કરોડનું છે હજી સુધી એક મુખ્ય ફરિયાદની સાથે 4 પૂરક ફરિયાદો આ કૌભાંડના કેસમાં દાખલ કરવામાં આવી છે અને ઇડી દ્વારા હજી સુધી 4ની ધરપકડ કરવામાં આવી છે.

શા માટે ઇરફાન અહેમદ સિદ્દિકી ઇડીની રડારમાં હતો
આ જ કેસમાં ગત વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયે ઇડીએ અહેમદ પટેલના નિવાસ સ્થાને પહોંચી હતી અને આ કેસના મુદ્દે આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને ઇરફાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સંકળાયેલા એક સાક્ષીએ પોતાના નિવેદનમાં એવું જણાવ્યું છે કે, ચેતન સાંડેસરાના નજીકના મનાતા ગગન ધવનને ઇરફાન અહેમદ સિદ્દિકીના વસંતવિહાર સ્થિત બંગલે અઢળક રોકડ રૂપિયા ભરેલી બેગ્સને લઇ જતા જોયો છે. આ ઉપરાંત અહેમદ પટેલના પુત્ર ઇરફાન માટે પણ પાર્ટીના નાણા સાંડેસરા બંધુઓ પૂરા પાડતા હતા એવી માહિતી પણ ઇડી પાસે આધારભૂત સૂત્ર પાસે હતી.

અન્ય સમાચારો પણ છે...