તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનને પગલે તેમની સાથે નાતો ધરાવતા લોકો તેમના સંસ્મરણો વાગોળી રહ્યા છે, ત્યારે વાત કરવી છે અંકલેશ્વરના નરેન્દ્ર મોદી પરિવારની...અંકલેશ્વરના મોદી પરિવારના દીકરાને અહેમદ પટેલે શોધીને પરિવારને સોંપ્યો હતો.
દીકરો ગુમ થયાની જાણ અહેમદ પટેલે એજન્સીઓનો સંપર્ક કરીને શોધી કાઢ્યો
અંકલેશ્વરમાં રહેતા નરેન્દ્ર મોદી શેરબજાર સાથે સંકળાયેલા છે. પાંચ વર્ષ પૂર્વે તેમનો દીકરો ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેની સતત બે મહિના સુધી શોધખોળ કરી હતી. છતાં પુત્રનો કોઈ પત્તો નહીં લાગતાં નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે સાંસદ અહેમદ પટેલનો મદદ માટે સંપર્ક કર્યો હતો. સાંસદ અહેમદ પટેલે દિલ્હીમાં વિવિધ એજન્સીઓનો સંપર્ક કરી મોદી પરિવારના પુત્રને શોધવા માટે કામે લગાવી હતી. આખરે મોદી પરિવારનો પુત્ર દિલ્હી ખાતેથી ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરતાં મળી આવ્યો હતો અને આખરે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મારા દીકરાને 24 કલાકમાં જ અહેમદ પટેલે શોધી આપ્યો હતો
અંકલેશ્વરના શેરબ્રોકર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારો દીકરો રાજકોટ કોલેજથી બારોબાર દિલ્હી જતો રહ્યો હતો. જેથી અમે તુરંત જ દિલ્હી પહોંચી ગયા હતા. જ્યાં અહેમદ પટેલે અમને ખુબ જ સપોર્ટ કર્યો હતો અને એસીપી ક્રાઇમને તપાસ સોંપીને 24 કલાકમાં જ મારા દીકરાને શોધી આપ્યો હતો અને પોતાના ખર્ચે તેઓએ રાજધાનની ટિકિટ બુક કરાવીને અમને ઘરે મોકલ્યા હતા. હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
પાલિકાના સભ્યો દિલ્હી ગયા અને રોકાવાની વ્યવસ્થા ન થતાં અહેમદ પટેલે વ્યવસ્થા કરી
સાંસદ અહેમદ પટેલ હંમેશાં પક્ષ, નાતજાત છોડીને કોઈપણ વ્યક્તિ માટે મદદે આવતા હતા. દરમિયાન અંકલેશ્વર નગર પાલિકાના સભ્યો દિલ્હીના પ્રવાસે ગયા હતા. તે સમયે દિલ્હીમાં રાત્રિ રોકાણ માટે કોઈ બંદોબસ્ત થઈ શક્યો નહોતો. આખરે સાંસદ પાસે મદદ માંગતા તેમણે પોતાના મહેમાન સમજીને પાલિકાના સભ્યો માટે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.
પિરામણની છેલ્લી મુલાકાત- પિરામણમાં જિલ્લાની સૌથી મોટી બ્લડ બેન્ક બનાવવાની ઈચ્છા હતી
સાંસદ અહમદ પટેલ પોતાના માદરે વતન અંકલેશ્વરના પિરામણ ખાતે વર્ષ 2019ની 28 ડિસેમ્બરે આવ્યા હતા. ભાણેજના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તેઓ અંકલેશ્વર આવ્યા હતા. અહમદ પટેલના પિતાને સૌ અંકલેશ્વર વાસીઓ કાંતિ પટેલના હુલામણા નામથી ઓળખતા હતા. તેમના નામે અંકલેશ્વરમાં કાંતિ પટેલ હોલ બન્યો છે. અને ત્યાં જ ભાણેજનો લગ્નપ્રસંગ યોજાયો હતો. આ તબક્કે તેમણે કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. તે દરમિયાન તેમણે અંકલેશ્વરમાં આ જ સ્થળે(એ.ડી. દેસાઈ હોલ) ખાતે ભરૂચ જિલ્લાની સૌથી મોટી બ્લડ બેન્ક ઊભી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.