તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલવિદા અહમદ:માતા-પિતાની કબરની બાજુમાં જ અહમદ પટેલની દફનવિધિ કરાઈ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી જનાજાને સ્પર્શ કરી અંતિમયાત્રામાં જોડાયા - Divya Bhaskar
રાહુલ ગાંધી જનાજાને સ્પર્શ કરી અંતિમયાત્રામાં જોડાયા
  • અહમદ પટેલનો પાર્થિવ દેહ સુપુર્દ- એ-ખાક, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતા હાજર

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ગુરુવારે સવારે સુપુર્દ-એ-ખાક થઇ ગયા.બુધવારે સાંજે તેમના પાર્થિવ દેહને દિલ્હીથી વડોદરા લાવ્યા બાદ મોડી સાંજે અંકલેશ્વરની સરદાર હોસ્પિટલ ખાતે લવાયો હતો. તેમની દફન વિધિ ગુરૂવારે સવારે કરવાની હોય તેમના પાર્થિવ દેહને હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. સવારથી જ વિવિધ રાજકીય અગ્રણીઓ પિરામણ ગામે આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અહમદ પટેલના જનાજાને સ્પર્શ કરી અંતિમ યાત્રામાં જોડાયા હતા. કોંગ્રેસ સંગઠનમાં ચાવી રૂપ ભૂમિકા ભજવનાર અહમદ પટેલ એટલે ભરૂચ જિલ્લાના બાબુભાઈ પટેલ. 25 મી નવેમ્બરે વહેલી સવારે ફાની દુનિયાને અલવિદા કરી ચાલ્યા ગયા હતા.

પિરામણ ખાતે યોજાયેલી અહમદ પટેલની અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સરદાર પટેલ હોસ્પિટલમાંથી 11:30 કલાકે અહમદ પટેલનો પાર્થિવ દેહ પિરામણ ગામે તેમના નિવાસ સ્થાન પાસે લવાયો હતો. જ્યાંથી અવ્વલ મંજિલની સફર શરૂ થઈ હતી.રાહુલ ગાંધી પણ જનાજાને સ્પર્શ કરી અંતિમયાત્રામાં જોડાયા હતા. સાથે સાથે અન્ય રાજકીય દિગ્ગજોએ પણ જનાજાને કાંધ આપી હતી. જ્યારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શોક સંદેશ સાથે પુષ્પગુચ્છ મોકલાવ્યા હતા. અંતિમયાત્રા દરમિયાન પિરામણ સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાજે જનાજા અદા કરવામાં આવી હતી.

જે બાદ કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોની ઉપસ્થિતિમાં કુરાને શરીફના આયાતો અને કલમો પઢતાં પઢતાં દફન કરવામાં આવતાની સાથે કોંગ્રેસના 5 દાયકાના યુગપુરુષ સ્વ.અહમદ પટેલ સુખર્દે-એ-ખાખ થયા હતા. પાર્થિવ દેહની દફન વિધી તેમની અંતિમ ઈચ્છા મુજબ માતા-પિતાની કબરની બાજુમાં જ કરવામાં આવી હતી. બીજી તરફ વડોદરા શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 10 વાગે પ્રાર્થના સભામાં રામધૂન વગાડી અહમદ પટેલના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

અંતિમ વિધિમાં દરેક પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
અંતિમયાત્રામાં કેન્દ્રના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, એનસીપીના જયંત બોસ્કી, ધારાસભ્ય પી.ડી વસાવા, ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, મહેશ વસાવા, જિજ્ઞેશ મેવાણી, મધુસુદન મિસ્ત્રી, ગુલાબસિંહ રાજપૂત, માનસિંહ ડોડિયા, ગૌરાંગ પંડયા, રાષ્ટ્રીય પ્રવકતા રણજીત સુરજેવાલ અને અન્ય આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...