તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:એકલબારાની ગૌશાળાને અહમદ પટેલે રૂા.10 લાખનું દાન કર્યું હતું

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મશ્રી ડાે.ગુણવંત શાહે સંસ્મરણો વાગોળ્યાં

વડોદરાથી થોડે દૂર એકલબારા નામનાં ગામે પીર માંગરોળવાળાની દરગાહ આવેલી છે. પીર માંગરોળવાળા એ જમાનામાં મોટા ગૌ ભક્ત હતા. એમણે મુસલમાનોને ઘરે ઘરે જઈને ગાય પાળવાની હિમાયત કરેલી. અગાઉ એકલબારા ખાતે આયોજીત કાર્યક્રમમાં પૂ. મોરારીબાપુ, પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ, કદિર પીરઝાદા અને અહમદ પટેલ હાજર હતા ત્યારે અહમદભાઈએ દરગાહ આગળ મળેલી સભામાં દરગાહની ગૌ શાળા માટે રૂ.દસ લાખનું દાન જાહેર કરેલું. ડાે.ગુણવંત શાહે સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, આવી ઘટના દુનિયામાં પ્રથમ વાર બની હતી જેમાં કોઈ મુસલમાન નેતાએ ગૌ શાળાને આવું માતબર દાન આપ્યું હોય.

અન્ય સમાચારો પણ છે...