પોલીટેકનીક કોલજમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. વીવીએસ અને એજીએસજી વચ્ચે ચૂંટણી પ્રચારના મુદે મુદે છૂટ્ટા હાથની મારામારી થતાં એક વિદ્યાર્થીને માથામાં ઇજા થતાં સયાજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. બુધવારની બપોરે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન વિકાસ સંઘ અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે પોલીટેકનીક કેમ્પસમાં છુટ્ઠા હાથની મારામારી થઈ હતી અને તેમાં એક વિદ્યાર્થીનુ માથુ ફૂટી જતા તેને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજમાં શહેર બહાર રહેતો વિદ્યાર્થી વિકાસ સંઘનો કાર્યકર છે. આ વિદ્યાર્થીને બુધવારે એજીએસજી ગ્રુપના કેટલાક વિદ્યાર્થીઓએ ઘેરી લીધો હતો અને કહ્યુ હતુ કે, તુ ચૂંટણીમાં કેમ સામેના ગ્રુપનો પ્રચાર કરતો હતો? આ મુદ્દે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને આ વિદ્યાર્થીને માથામાં કડુ વાગ્યુ હતુ. જેના પગલે તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને એસએસજી હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો.
દરમિયાન વીવીએસના અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને તેમણે પણ એજીએસજીના કેટલાક વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફતેંગજ પોલીસ મથકે એનસી ફરીયાદ નોંધાવાઇ હતી. પોલીટેકનીક કેમ્પસમાં બંને વિદ્યાર્થી સંગઠનો દ્વારા મારા મારીની ઘટના પગલે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. પોલીટેકનીક કેમ્પસ વિધાનસભાની ચૂંટણી પગલે ચૂંટણી પંચ હસ્તક લેશે તે પહેલા જ ઘટના બની હતી.
ચૂંટણી થવાની નથી છતાં પ્રચાર મુદ્દે મારામારી
ચાલુ વર્ષે વિદ્યાર્થીસંઘની ચૂંટણી થવાની કોઇ પણ શકયતા રહી નથી. તેમ છતાં પણ વિદ્યાર્થી સંગઠનો પ્રચાર કરી રહ્યાં છે. તેઓ વચ્ચે સતત વિવિધ ફેકલ્ટીમાં અથડામણો ચાલી રહી છે. એક સપ્તાહ પહેલા કોમર્સ યુનિટ બલ્ડિંગ ખાતે એનએસયુઆઇ-એજીએસયુ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.