તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Agitated Son Attacked On His Mother And Sister With A Paddle After A Dispute Over A Meal At Faramji's Chali Both Were Admitted To Hospital In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વડોદરામાં ફરામજીની ચાલીમાં જમવા બાબતે તકરાર થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતા અને બહેનને ચપ્પુ ના ઘા માર્યા, બંને હોસ્પિટલમાં દાખલ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોલીસે હુમલાખોર યુવાનની અટકાયત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી

વડોદરા શહેરની ફરામજીની ચાલીમાં જમવા બાબતે તકરાર થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતા અને બહેનને ચપ્પુના ઘા મારતા સ્થાનિકોએ માતા અને પુત્રીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે હુમલાખોર પુત્રની અટકાયત કરી હોવાની વિગતો સાંપડી છે.

ઉશ્કેરેટમાં યુવાન રસોડામાંથી ચપ્પુ લઇને બહાર આવ્યો
વડોદરા શહેરના સેન્ટ્રલ બસ ડેપોની બાજુમાં આવેલી ફરામજીની ચાલીમાં રહેતા પ્રતિભાબેન દલવી વિધવા જીવન ગુજારે છે અને તેમની માતા દેવિકાબેન સાથે રહે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, સોમવારે હું ઘરે હતી તે સમયે મારો મોટો ભાઈ પંકજ ઉત્તેકર ઘરે આવ્યો હતો અને જોર જોરથી બૂમો પાડીને માતા પાસે જમવાનું માંગ્યું હતું, જેથી માતાએ જણાવ્યું હતું કે, થોડીવાર બેસ જમવાનું આપું છું, ત્યાર બાદ પંકજે જણાવ્યું હતું કે, તમે મારી દીકરીને સાચવતા નથી અને બહેનની દીકરીને બધુ લઈ આપો છો, જેથી હું મારી દીકરીને હમણા મારી નાખું છું. તેમ કહી ઉશ્કેરાટમાં આવીને તે રસોડામાંથી ચપ્પુ લઈ આવ્યો હતો.

માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યો
પોતાની દીકરીના મારવા જતા બહેન પ્રતિભાબેન અને માતા દેવિકાબેન વચ્ચે આવતા આવેશમાં આવીને પંકજે ચપ્પુ બહેન અને માતાને મારી દીધું હતું. આ બનાવના પગલે દોડી આવેલા પાડોશીઓએ લોહીલુહાણ હાલતમાં માતા-પુત્રીને હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં પ્રતિભા બેનને પીઠના ભાગે ચપ્પુ વાગવાથી તેમજ માતાને જમણા હાથે ચપ્પુ વાગવાથી ટાંકા લેવાની નોબત આવી હતી. હાલ માતા-પુત્રી સારવાર હેઠળ છે. આ બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસે પુત્ર વિરૂદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો