તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેલના વધતા ભાવનો વિરોધ:'ભાજપ તારો કેવો ખેલ સસ્તો દારૂ, મોંઘુ તેલ'ના સૂત્રોચ્ચારો સાથે વડોદરામાં કોંગ્રેસનો આક્રમક વિરોધ, તેલના ડબ્બાઓ સાથે ચક્કાજામ કર્યો

વડોદરા23 દિવસ પહેલા
કોંગ્રેસના કાર્યકરો ખાદ્ય તેલના ખાલી ડબ્બા લઇને રોડ પર બેસી ગયા હતા
  • વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા

વડોદરામાં 'ભાજપ તારો કેવો ખેલ સસ્તો દારૂ, મોંઘુ તેલ'ના પોસ્ટર્સ અને સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસે ચોખંડી ખાતે ચક્કાજામ કરીને ખાદ્ય તેલના વધતા ભાવો અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ખાદ્ય તેલના ખાલી ડબ્બા લઇને રોડ પર બેસી ગયા હતા. આ સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાડી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસે તેલના ખાલી ડબ્બા સાથે ચક્કાજામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો
ખાદ્ય તેલમાં થયેલા કમરતોડ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના ચોખંડી ખાતે તેલના ખાલી ડબ્બા સાથે ચક્કાજામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોંઘવારી વિરોધના બેનર્સ અને પોસ્ટર્સ સાથે જોડાયા હતા. 'ભાજપ તારો કેવો ખેલ સસ્તો દારૂ, મોંઘુ તેલ'ના નારા કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા
વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા

સરકાર અમારા આંદોલનને દબાવવા માગે છે
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકારને અપીલ છે કે, તમે તેલના ભાવ ઓછા કરો. સરકાર એક પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે છે, બીજી તરફ તેલ અને દૂધ પણ મોંઘુ થઇ ગયું છે, ત્યારે પોલીસનો ઉપયોગ કરીને સરકાર અમારા આંદોલનને દબાવવા માગે છે, તેનો અમારો વિરોધ છે.

વાડી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી
વાડી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી

સામાન્ય માણસને જીવવુ મુશ્કેલ થઇ ગયું છે
વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, દિવસેને દિવસે ખાદ્ય પ્રદાર્થોના ભાવ ફુગાવો વધી રહ્યો છે. મોંઘવારીને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે રસ્તા પર ઉતર્યું છે. ભાવ વધારાના વિરોધમા આજે અમે આક્રમક કાર્યક્રમ કર્યો છે.

વડોદરા શહેરના ચોખંડી ખાતે તેલના ખાલી ડબ્બા સાથે ચક્કાજામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો
વડોદરા શહેરના ચોખંડી ખાતે તેલના ખાલી ડબ્બા સાથે ચક્કાજામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો
અન્ય સમાચારો પણ છે...