તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંપતિ સાથે ફ્રોડ:વડોદરામાં ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા અને ફેક એર ટિકિટ પકડાવી રૂપિયા 7.50 લાખની છેતરપિંડી કરનાર ટોળકી સામે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
માંજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • દંપતિએ આપેલી રકમ પરત લેવા જતાં ભજાબાજોએ ટાટીયા તોડી નાખવાની ધમકી આપી

ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા અને ખોટી એર ટિકિટ પકડાવી રૂપિયા 7.50 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે ફરિયાદ નોંધાઇ છે. ઓસ્ટ્રેલિયા જવાના સપના જોતા દંપતિએ આપેલી રકમ પરત લેવા જતાં ભજાબાજોએ ટાટીયા તોડી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ઠગ ટોળકી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દંપતિને ઓસ્ટ્રેલિયા જવાનું હતું
માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોળીયાદ ગામમાં મિતેષભાઇ ભોગીભાઇ પટેલ રહે છે. અને ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મિતેષભાઇ અને તેમની પત્ની ભૂમિકાબહેનને વર્ષ-2020માં ઓસ્ટ્રેલિયા જવાનું હતું. જેથી મિતેષભાઇ પટેલ માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ કાસ્પર ઇન્ટરનેશનલ ઇમીગ્રેશનની ઓફિસમાં વિઝા અને ટિકીટના કામ માટે ગયા હતા. જ્યાં તેઓને તેઓને મિત્ર અલ્પેશ ચાવડાનો સંપર્ક થયો હતો.

વિઝા અને પરમીટ અપાવી દઇશ તેવો વિશ્વાસ આપ્યો હતો
દોઢ વર્ષ પૂર્વે મિત્ર બનેલા અલ્પેશ ચાવડાએ મિતેષ પટેલને કાસ્પર ઇન્ટરનેશનલ ઇમીગ્રેશનની ઓફિસના માલિક જયમીન વ્યાસ સાથે સંપર્ક કરાવ્યો હતો. મિત્ર મિતેષને જણાવ્યું હતું કે, આ ઓફિસમાં હું નોકરી કરું છું. અમારી ઓફિસનું તમામ કામ જયમીન વ્યાસ અને નિમેષ પટેલ કરે છે. દરમિયાન જયમીન વ્યાસે મિતેષ પટેલ પાસે ઓસ્ટ્રેલિયાના વિઝા અને ટિકીટ માટે ફાઇલ માંગી હતી. ફાઇલ જોયા બાદ રૂપિયા 7,50,000 ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જયમીને એમ પણ મિતેષને જણાવ્યું કે, આગળનું કામ તમારો મિત્ર અલ્પેશ ચાવડા કરશે. અલ્પેશે મિત્ર મિતેષને જણાવ્યું કે, તને ઓસ્ટ્રેલિયાના વિઝા અને પરમીટ અપાવી દઇશ તેવો વિશ્વાસ આપ્યો હતો.

ગોળગોળ જવાબો આપ્યા
દરમિયાન મિતેષ પટેલે મિત્ર અલ્પેશ ચાવડા ઉપર વિશ્વાસ મુકીને તા. 24-2-020ના રોજ રૂપિયા 5 લાખ એન.ઇ.એફ.ટી. દ્વારા, તા.25-2-020ના રોજ રૂપિયા 1,40,000 ચેક દ્વારા અને રૂપિયા 2.50 લાખ રોકડા મિત્રને ઓફિસમાં જઇને આપ્યા હતા. ત્યારે અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે, થોડા દિવસમાં વિઝા, પરમીટ અને ટિકિટો આવી જશે. તે બાદ થોડા સમય બાદ અલ્પેશ ચાવડાએ મિત્ર મિતેષ પટેલને ફોન કરીને જણાવ્યું કે, તમારા વિઝા અને પરમીટ, ટિકિટ આવી ગયા છે. ઓફિસ આવીને લઇ જજો. વિઝા અને પરમીટ આવી જવાના સમાચાર મળ્યા બાદ મિતેષ પટેલ અને તેની પત્ની ભૂમિકા પટેલે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. પણ ક્યારે જવાનું હતું તે નક્કી ન હોવાથી મિત્ર અલ્પેશને પૂછતા તેણે ગોળગોળ જવાબો આપ્યા હતા.

રૂપિયા પરત માંગતા ધમકી આપી
થોડા દિવસ બાદ અલ્પેશ ચાવડાએ મિત્ર મિતેષ પટેલને ફોન કરીન જણાવ્યું કે, તમારા વિઝા, પરમીટ અને ટિકિટ ખોટા છે. મિતેષ પટેલે આ વાત સાંભળતા જ તુરત જ અલ્પેશની ઓફિસમાં પહોંચી ગયો હતો. અને પોતાએ આપેલી રકમ રૂપિયા 7.50 લાખ પરત માંગણી કરી હતી. ત્યારે અલ્પેશ ચાવડાએ મિતેષને જણાવ્યું કે, તું અમને ઓળખતો નથી. તેમ સમજીને રહેજે અને હવે પછી અમારી ઓફિસમાં આવતો નહીં. અને અમારો સંપર્ક કરીશ નહિં. નહિં તો તારા ટાંટીયા તોડી નાખીશ તેવી ધમકી આપી હતી.

છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ
દરમિયાન મિતેષ પટેલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે નિમેષ ચંદ્રકાંત પટેલ (રહે. 1/18, ભગત ફળિયું, ગણપતપુરા, કરજણ), જયમીન ભરતભાઇ વ્યાસ (રહે. બી / 48, આધાર સોસાયટી, નાલંદા પાણીની ટાંકી પાસે, કલાદર્શન ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) અને અલ્પેશ રમણભાઇ ચાવડા (રહે. 5, દુર્ગા એન્કલેવ પુષ્પ સોસાયટી સામે, વડસર, વડોદરા) સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.