તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉચાપત:વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વકતાપુરા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાંથી રૂપિયા 30659ની ઉચાપત કરનાર મંત્રી સામે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેસર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ડેસર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • મંડળીના રોજમેળમાં 1,98,1712 રૂપિયા ઉધારી તફાવતની રકમ રૂપિયા 30,659ની ઉચાપત કરી

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વકતાપુરા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાંથી રૂપિયા 30659ની ઉચાપત કરનાર મંત્રી સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 2011થી વર્ષ 2012 દરમિયાન મંત્રી તરીકે હતા
ડેસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વકતાપુરા ગામમાં રાજેન્દ્રસિંહ ભગવાનસિંહ રાહુલજી પરિવાર સાથે રહે છે અને ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં મંત્રી તરીકેનો હોદ્દો ધરાવતા હતા. વર્ષ 2011થી વર્ષ 2012 દરમિયાન મંત્રી તરીકે હતા. ત્યારે સહકારી દૂધ ઉત્પાદકોને રૂપિયા 1,65,423 બોનસ ચૂકવ્યું હતું. અને તેઓએ મંડળીના રોજમેળમાં 1,98,1712 રૂપિયા ઉધારી તફાવતની રકમ રૂપિયા 30,659ની ઉચાપત કરી હતી.

રાજેન્દ્રસિંહ રાઉલજી સામે ગુનો દાખલ
આ ઉચાપતની વિગત રી-ઓડિટમાં બહાર આવતા અધિકારી નરવતસિહ પરમારે (રહે. એ 18, ધનલક્ષ્મી સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા.) ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે રાજેન્દ્રસિંહ રાઉલજી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.