બેદરકારી:મેચ જોવા 5 હજારના લક્ષ્યાંક સામે 4 હજાર જ પાસ, 3800ની નોંધણી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યોને 100-100 કાર્યકરોની જવાબદારી સોંપાઈ
  • ભાજપ​​​​​​​ દ્વારા 35 બસ-50 જેટલાં વાહનની વ્યવસ્થા કરાશે

આગામી ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચ નિહાળવા અમદાવાદ આવી રહ્યા છે. ત્યાર ભાજપ દ્વારા શહેર-જિલ્લા ના ધારાસભ્યોને બસની વ્યવસ્થા માટેની તમામ જવાબદારી સોંપવામાં આવી છે. અને કાર્યકરોને લઈ જવા અને પરત લાવવાની તમામ બાબતો અંગે ધ્યાન આપશે. શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યોને 100 કાર્યકર્તાઓને લઈ જવા માટેની જવાબદારી અપાઈ છે. ઉપરાંત શહેર ભાજપ દ્વારા નાગરિકો માટે એક લિન્ક જનરેટ કરવામાં આવી હતી, જેમાં 3800 જેટલાં રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. જેમાં કાર્યકર્તા અને નેતાઓ સહિતના લોકોનું રજિસ્ટ્રેશન કરાયું છે.

શહેરમાંથી 35 બસ અને 50 જેટલાં ખાનગી વાહનમાં લઈ જવામાં આવશે. શહેરમાંથી 5 હજાર લોકોને લઈ જવાનું આયોજન હતું, જોકે 4 હજાર જેટલા જ પાસ મળ્યા છે.ત્યારે શહેર ભાજપ- અને તમામ ધારાસભ્યો દ્વારા વોર્ડ દીઠ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.5હજાર નાગરીકોને શહેરમાંથી અમદાવાદ મેચ નીહાળવા માટે લઈ જવાની ધારાસભ્યો દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

તો જીલ્લામાંથી પણ 500થી 800 જેટલા નાગરીકોને મેચ જોવા લઈ જવાશે. તો સાથે જ જીલ્લા સંગઠન અને જીલ્લાના ધારાસભ્યો દ્વારા પણ પોતાના વિસ્તાર પ્રમાણે બાબતો જાણીને તમામ કાર્યકર્તાઓને અમદાવાદ પહોંચાડવા માટે પ્રત્યેક વિધાનસભા દીઠ 100 નાગરીકોને મેચ નીહાળવા માટે લઈ જવામાં આવશે. અને તેની સાથે જ ખાનગી બસની સાથે વાહનોની વ્યવસ્થા સાથે નાગરીકોને મોદી સ્ટેડિયમ સુધી પહોંચાડવામાં આ‌‌વશે.

બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ 5 હજાર નાગરીકોને લઈ જવામાં આવશે તેવી માહિતી આપી રહ્યા છે. જોકે વડોદરાને 4 હજાર જેટલા જ પાસ ફાળવાયા છે. જેથી હવે કેટલા લોકોને લઈ જવાશે તે એક સવાલ છે.ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રજિસ્ટ્રેશન લક્ષ્યાંક મુજબનું થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...