• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Case Filed Against 7 Including Branch Managers Involved In Fraud By Investing In Various Schemes Of Sahara India In Vadodara, One Arrested

છેતરપિંડી:વડોદરામાં સહારા ઇન્ડિયાની વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનારા બ્રાન્ચ મેનેજરો સહિત 7 સામે ગુનો દાખલ, એકની ધરપકડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રાન્ચ મેનેજર જયેશકુમાર ગોવિંદલાલ ગાંધીની ધરપકડ. - Divya Bhaskar
બ્રાન્ચ મેનેજર જયેશકુમાર ગોવિંદલાલ ગાંધીની ધરપકડ.
  • 12 રોકાણકારોને પાકતી મુદતે રૂપિયા નહીં ચુકવવામાં આવતા ગુનો દાખલ

સહારા ઇન્ડિયાની વિવિધ સ્કીમોમાં લોકોને રોકાણ કરાવી પાકતી મુદતે રકમ નહીં ચુકવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે વડોદરામાં સહારા ઇન્ડિયા કંપની તેમજ બ્રાન્ચ મેનેજરો સામે ફરિયાદ નોંધી એક બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરામાં બ્રાન્ચ મેનેજરો સહિત 7 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દેશભરમાં સહારા ઇન્ડિયા દ્વારા સ્ટાર મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લીમિટેડની વિવિધ સ્કીમોમાં રોકાણકારો પાસે રોકાણ કરાવી પાકતી મુદતે રકમ નહીં ચુકવતા કેસો દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે વડોદરામાં પણ 12 રોકાણકારોને પાકતી મુદતે રૂપિયા નહીં ચુકવવામાં આવતા બ્રાન્ચ મેનેજરો સહિત સાત સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ મામલે વડોદાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બ્રાન્ચ મેનેજર જયેશકુમાર ગોવિંદલાલ ગાંધીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોની કોની સામે વડોદરામાં ગુનો નોંધાયો

  • સુરેન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી, મકરપુરા શાખાના બ્રાન્ચ મેનેજર (રહે. તીર્થ એક્ઝોટિકા, તરસાલી, વડોદરા)
  • સહદેવભાઇ તુકારામ પાટીલ, ન્યાયમંદિર શાખાના બ્રાન્ચ મેનેજર (રહે. નટરાજ ટાઉનશીપ, સયાજીગંજ, વડોદરા)
  • મીનાબેન સંજીવકુમાર દેસાઇ, માંજલપુર શાખાના બ્રાન્ચ મેનેજર (રહે. મનહર પાર્ક, મકરપુરા, વડોદરા)
  • જયેશકુમાર ગોવિંદભાઇ ગાંધી, વાઘોડિયા શાખાના બ્રાન્ચ મેનેજર અને હાલના મકરપુરા સેક્ટર મેનેજર (રહે. ભક્તિ એપાર્ટમેન્ટ, કલ્પવૃક્ષની પાછળ, ગોત્રી, વડોદરા)
  • પ્રવિણ ચતુર્વેદી, ન્યાય મંદિર શાખાના બ્રાન્ચ મેનેજર
  • ગોપાલદાસ રોચલદાસ ચુંગ, એરિયા મેનેજર (રહે. ઇન્દ્રહેરિટેજ, ગોરવા રોડ, ઉંડેરા, વડોદરા)
  • રાકેશ માલારામજી કુમાવત, રિજનલ મેનેજર (રહે. નરનારાયણ સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા)
અન્ય સમાચારો પણ છે...