કોરોના વડોદરા LIVE:અમદાવાદ-સુરત બાદ વડોદરામાં કોરોના વિસ્ફોટ, આજે નવા 862 કેસ, પોઝિટિવિટી રેટ વધીને 8 ટકા થયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરમાં હાલમાં 2711 એક્ટિવ દર્દીઓ છે

અમદાવાદ-સુરત બાદ વડોદરામાં કોરોના વિસ્ફોટ થયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં આજે કોરોનાના નવા 862 કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં આજે 10770 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 862 કેસ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાનો પોઝિટિવિટી રેટ વધીને 8 ટકા થઇ ગયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 76,377 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 231 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 73,003 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

2454 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે
વડોદરા શહેરમાં હાલમાં 2711 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 2454 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 157 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 8 દર્દીઓ વેન્ટિલેટર પર, 18 દર્દીઓ આઇસીયુમાં અને 62 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 2984 દર્દીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી,સુદામાપુરી, ફતેપુરા,રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયા કોરોનાના નવા કેસો નોંધાયા છે​​​​​​​

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 177, પશ્ચિમ ઝોનમાં 203, ઉત્તર ઝોનમાં 211 અને દક્ષિણ ઝોનમાં 185 કેસ નોંધાયા છે. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં આજે 86 કેસ નોંધાયા છે.

વડોદરા જિલ્લામાં તરૂણોના રસીકરણની 98.9 ટકા કામગીરી પૂર્ણ
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ વિભાગ સહયોગી અભિયાન હેઠળ આરોગ્ય વિભાગે 15થી 18 વર્ષની ઉંમરના તરૂણોના રસીકરણની 98.9 ટકા કામગીરી પૂરી કરી છે. આ અભિયાન 3જી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે તેના હેઠળ 68502 તરુણો રસી લેવાને પાત્ર હતા. આ પૈકી 67716 તરુણો એ રસી લઈ લીધી છે. આજે વધુ 756 તરૂણોને રસી મૂકવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને રસી લેવા પાત્ર જે તરૂણોએ હજુ રસી નથી લીધી તેમના વાલીઓ પોતાના સંતાનોને સત્વરે રસી અપાવી કોરોના સામે સુરક્ષિત કરે તેવો અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...