તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બે વર્ષ બાદ 450 સ્કૂલોમાં કમિટી બનાવી 9 વાલીને સભ્ય બનાવાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક સ્કૂલમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી રચવાનો આદેશ
  • કમિટીની રચના થયા પછી તેનો રિપોર્ટ રાજય કક્ષાએ મોકલાશે

પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. દર બે વર્ષે શાળાઓમાં એસએમસીની રચના કરવામાં આવતી હોય છે. પંરતુ ગત વર્ષે કોરોનાના કારણે એસએમસીની રચના કરી શકાઇ ના હતી. હવે શહેર-જિલ્લાની 450 જેટલી સ્કૂલમાં 2 વર્ષ બાદ કમિટિની રચના કરી 9 વાલીને સભ્ય બનાવવા પડશે. પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ તથા માધ્યમિક શાળાઓમાં શાળા સંચાલક અને વિકાસ સમિતિ 2010-11 થી રચના કરાય છે. જેની દર બે વર્ષે પુન:રચના થતી હોય છે તે પ્રમાણે શાળા વ્યવસ્થાપન સમિતિની છેલ્લે 2018-19 માં કરવામાં આવી હતી.

ત્યારબાદ જૂન 2020-21 માં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક સત્ર ઓનલાઇન માધ્યમથી શરૂ કરાયા હતા. જેથી શાળાઓમાં એસએમસીની પુન:રચના કરાઇ ના હતી. સમગ્ર રાજયમાં એકસૂત્રતા જળવાય તે રીતે વર્ષ 2020-21 માં પુન: રચના કરવાનો આદેશ આપ્યો છે. એડિશનલ સ્ટેટ ડાયરેકટરે પરિપત્ર કરીને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરવા શાળાઓને તાકીદ કરી છે.

આ કમિટિમાં 9 સભ્યો વાલી હોય છે. જે વાલીઓ એક વખત સભ્ય બની ચૂકયા હોય તેનો પુન: સમાવેશ કરી શકાતો નથી. એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદમાં નિવૃત્ત આચાર્ય અથવા સરકારી અધિકારીનો સમાવેશ કરી શકાય છે. કમિટીની રચના થયા પછી તેનો રિપોર્ટ રાજય કક્ષાએ મોકલાવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...