તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:GST ભવન નજીક કારમાં બે ચક્કર લગાવ્યા બાદ અધિક્ષકે લાંચના રૂપિયા પાછળની ગાડીમાં મૂકાવ્યા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીતીન ગૌતમ, અધિક્ષક, શિવરાજ મીના, ઇન્સ્પેક્ટર - Divya Bhaskar
નીતીન ગૌતમ, અધિક્ષક, શિવરાજ મીના, ઇન્સ્પેક્ટર
  • રૂ.2.50 લાખની લાંચ લેતા ઝડપાયેલા સીજીએસટીના 2 અધિકારીની ધરપકડ

બાસ્કાની જયકુબેર ફ્લો એન્ડ ફુડ પ્રોડક્ટસ કંપનીમાં સર્ચ કર્યા બાદ કંપનીને સીલ નહી મારવાના બદલામાં મંગળવારે સાંજે સેન્ટ્રલ જીએસટી અધિક્ષક અને ઇન્સ્પેક્ટર રૂા.2. 50 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. અધિક્ષક નિતીન ગૌતમે વેપારીને પૈસા આપવા જીએસટી ભવનની ગલીમાં બોલાવ્યો હતો અને તેની કારમાં બેસી જઇ ગલીમાં બે ચક્કર લગાવ્યા બાદ પાછળની ગાડીમાં રહેલા ઇન્સ્પેકટર મીણાને લાંચની રકમ આપવા કહ્યું હતું અને ત્યારે જ એસીબીએ બંનેને ઝડપી લીધા હતા. લાંચ પ્રકરણમાં કોઇ અન્ય અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઇ છે.

સેન્ટ્રલ જીએસટીના અધિક્ષક નીતીનકુમાર રામસિંગ ગાૈતમે તા.15 જુને જયકુબેર ફ્લો એન્ડ ફુડ પ્રોડક્ટસ કંપનીમાં સર્ચ બાદ કંપનીને સીલ નહીં મારવા બદલ સંચાલક પાસે 10 લાખની માંગણી કરી ઓફિસમાં ઇન્સ્પેક્ટર શિવરાજને આપવા કહ્યું હતું. વેપારીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવાયું હતું. એસીબીના પીઆઇ જે.એમ.ડામોર સહિતની ટીમ એક વાહનમાં હતી. વેપારી પોતાની કાર લઇને જીએસટી ભવન જતા હતા ત્યારે જ રસ્તામાં નિતીને ફોન કરી જીએસટી ભવન મેં નહીં આના, તુમ બહાર કી સાઇડ ગલીમાં રુક જાના તેમ જણાવ્યું હતું.

વેપારી જીએસટી ભવન પાસે જતાં નિતીન આવીને વેપારીની કારમાં બેસી ગયો હતો. તેને શંકા જતાં વેપારીને ગલીમાં કાર લઇને બે ચક્કર લગાવ્યા હતા, ત્યારબાદ ઇન્સ્પેકટર મીણા તેની કાર લઇને પાછળ ઉભો હતો. ત્યારે નિતીને વેપારીને લાંચના 2.50 લાખ મીણાને આપવા કહ્યું હતું. વેપારીએ મીણાને પૈસા આપ્યા કે તરત એસીબીએ બંનેને ઝડપી લીધા હતા.

નિતીન અને શિવરાજના રોકાણોની તપાસ
જીએસટીના બે લાંચિયા અધિકારીના અલકાપુરી રેવન્યુ કોલોની સ્થિત એક રુમ રસોડાના ક્વાર્ટરમાં એસીબીએ સર્ચ કર્યું હતું. મુળ મેરઠના નિતીન ગૌતમના ઘેરથી રાચરચીલું સહિત 1.80 લાખની અસક્યામતો મળી હતી. જ્યારે મુળ રાજસ્થાનના ઇન્સ્પેકટર શિવરાજ મીણાના ક્વાર્ટરમાંથી 75 હજારની અસક્યામતો મળી હતી. એસીબીએ બંનેના બેંક ખાતા અને ટ્રાંજેકશનો તથા મિલકતો અને રોકાણોની પણ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...