મતદાન:ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગ બાદ રદ થતા મતોની સંખ્યા ઘટી

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેલેટમાં યોગ્ય જગાએ વોટિંગનું નિશાન ન કરાતાં મત રદ થતો હતો

સ્થાનિક સ્વરાજ્યથી લઈ લોકસભાની તમામ ચૂંટણીમાં હવે EVM મશીનનો ઉપયોગ થવા લાગ્યો છે, જેના કારણે મત રદ થવાની સંખ્યા પણ ઓછી જોવા મળે છે. જોકે ગુજરાત વિધાનસભાની બીજી જ ચૂંટણીમાં મતદાનના ચોથા ભાગના મત રદ થઈ ચૂક્યા હતા.

રાજ્યની પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી, જેમાં મતદારોની સંખ્યા 95.34 લાખ હતી અને 154 બેઠક પર મતદાન થયું હતું. જ્યારે વિધાનસભાની 2022ની ચૂંટણી માટે 4.90 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી નેતાઓનું ભાવિ નક્કી કરશે. મહત્ત્વની વાત એ છે કે જે સમયે બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારે મત રદ થવાની સંખ્યા ખૂબ વધુ હતી. મત રદ થવા પાછળ મુખ્ય કારણ બેલેટ પેપરમાં કરાતાં નિશાન યોગ્ય જગ્યા પર કે જે સ્થાન છે ત્યાં ન હોવાનું છે. EVM આવ્યા બાદ જે મત પોસ્ટલ બેલેટથી કરાય છે તેમાં મુખ્યત્વે ભૂલ થતી હોય છે.

કઈ વિધાનસભામાં કેટલા મત નોટામાં પડ્યા હતા?

વિધાનસભાકુલ મતદારોથયેલું મતદાનનોટામાં મત
શહેર વાડી3,00,0001,87,5103253
સયાજીગંજ2,98,0001,85,1012294
અકોટા2,75,0001,67,1541447
માંજલપુર2,62,0001,60,5172246
રાવપુરા3,00,0001,82,9532577
ડભોઇ2,65,0001,60,9553046
પાદરા2,70,0001,73,6843167
વાઘોડિયા2,30,0001,70,8253091
કરજણ2,25,0001,53,2452888
સાવલી2,27,6901,64,0633208

કઈ ચૂંટણીમાં કેટલા મત રદ થયા?

વર્ષકુલ મતદારોમતદાનરદ થયેલા મત
196295.34 લાખ57.97%19.61%
19671.06 કરોડ63.70%23.75%
19721.25 કરોડ58.10%4.71%
19751.39 કરોડ60.09%4.07%
19801.65 કરોડ48.37%2.52%
19851.92 કરોડ48.82%2.08%
19902.48 કરોડ52.20%2.08%
19952.90 કરોડ64.39%3.38%
19952.87 કરોડ59.30%4.46%
20023.32 કરોડ61.54%0.02%
20073.65 કરોડ59.77%0.01%
20123.80 કરોડ71.30%0.01%
20174.33 કરોડ68.41%0.03%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...