• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After The Train Was Canceled, A Passenger With A Ticket Of Rs. 1883 Was Transported By Railways From Kevadia To Vadodara In A Car Of Rs.

રેલવે વિભાગની મદદ:ટ્રેન કેન્સલ થતાં 1883ની ટિકિટવાળા મુસાફરને રેલવેએ 2500ના ભાડાની કારમાં કેવડિયાથી વડોદરા પહોંચાડ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સત્યમકુમાર તડવી - Divya Bhaskar
સત્યમકુમાર તડવી
  • ચેન્નાઈ-એકતાનગર પાર્ટલી કેન્સલ થઇ, IITના છાત્રે વડોદરાથી બીજી ટ્રેન પકડી

એકતાનગરથી વડોદરા વચ્ચે અંશત: રદ કરાયેલી સેન્ટ્રલ ચેન્નાઈ-એકતાનગર ટ્રેન પકડવા રૂા. 1883ની ટિકિટ લેનાર આઇઆઈટીના વિદ્યાર્થીને એકતાનગરથી વડોદરા પહોંચવા માટે રેલવે તંત્ર દ્વારા ઇકો કારની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેથી વિદ્યાર્થી વડોદરાથી ટ્રેન પકડી શકયો હતો.

વડોદરા રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદથી વડોદરા-એકતાનગર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેના કારણે અનેક ટ્રેનો રદ કરાઈ છે. દરમિયાન ચેન્નાઇ આઈઆઈટી એરોસ્પેસ એન્જીનીયરીંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સત્યમકુમાર તડવી 13મી જુલાઈની સેન્ટ્રલ એકતાનગર-ચેન્નાઈ સેન્ટ્રલ એકસપ્રેસમાં એકતાનગરતી ચેન્નાઈ સેન્ટ્રલ જવા માટે ટિકીટ બુક કરાવી હતી.

પણ ચેન્નાઈ સેન્ટ્રલની ટ્રેન વડોદરા અને એકતાનગર વચ્ચે રદ કરાઈ હતી. જેથી રેલવે તંત્ર દ્વારા એકતાનગરથી ચેન્નાઈ સેન્ટ્રલ ટ્રેનમાં જનારા મુસાફરોને વડોદરા પહોંચાડવા માટે ખાસ વ્હીકલની વ્યવસ્થા કરી હતી. 9 મુસાફરો માટે એક ઇકો કારની વ્યવસ્થા કરાઈ હતી.પણ એક જ મુસાફર ઇકો કારમાં આવ્યો હતો. ચેન્નાઇ સેન્ટ્રલ એકસપ્રેસ એકતાનગરથી સવારે 9-15 વાગે ઉપડે છે અને વડોદરાથી આ ટ્રેન સવારે 10-55 વાગ્યે ઉપડે છે. એટલે સત્યમ તડવીને 10-55 પહેલાં વડોદરા સ્ટેશન ખાતે પહોંચાડાયો હતો.

આગળની ટ્રેન છૂટી ન જાય એટલે સુવિધા
સત્યમકુમાર તડવીએ એકતાનગરથી ચેન્નાઇ સેન્ટ્રલ સુધીની રૂા. 1883 ટિકિટ બુક કરાવી હતી. આગળની ટ્રેન છૂટી ન જાય એટલે એકતાનગરથી વડોદરા પહોંચાડવા માટે રેલવે દ્વારા રૂ.2500નો ખર્ચ કર્યો હતો.

અગાઉ બસની પણ વ્યવસ્થા કરાઈ હતી
11મી જુલાઈથી જયારે વડોદરા અને એકતાનગર વચ્ચેનો રેલ વ્યવહાર બંધ થઇ ગયો ત્યારે વડોદરાથી એકતાનગર જવા માટે રેલવે તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. > પ્રદિપ શર્મા,પીઆરઓ,વડોદરા.

અન્ય સમાચારો પણ છે...