• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After The Rural Area, Now The City Is Also Moving Towards The Release Of Corona, Only One Case Has Been Reported Daily In The City For The Last 3 Days.

કોરોના વડોદરા LIVE:ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેર પણ કોરોના મુક્ત થવા તરફ અગ્રેસર, છેલ્લા 3 દિવસથી શહેરમાં રોજ માત્ર એક જ કેસ નોંધાય છે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં શહેરની વિવિધ હોસ્પિટલમાં 18 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,077 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,436 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

કોરોનાનો નવો એક જ કેસ નોંધાયો
વડોદરા શહેરમાં મંગળવારે કોરોનાનો નવો એક જ કેસ નોંધાયો છે. શહેરમાં 2,437 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે પૈકી માત્ર એક જ કેસ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ સારવાર લઈ રહેલા બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલમાં શહેરની વિવિધ હોસ્પિટલમાં 18 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી એક દર્દી ઓક્સિજન પર છે. કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 72,077, જ્યારે કુલ ડિસ્ચાર્જ દર્દીઓનો આંક 71,436 પર પહોંચ્યો છે.

રસીકરણ કુલ 22,19,417
મંગળવારનું રસીકરણ : 11,285
પ્રથમ ડોઝ 13,53,921 86.12%
બીજો ડોઝ 8,74,810 55.65%

કોલેરાના 2 કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું
વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતાં એક જ દિવસમાં તાવમાં અધધ 858 કેસ નોંધાયા છે. તદુપરાંત ડેન્ગ્યૂના 48 કેસ અને ચિકનગુનિયાના નવા 27 કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ એકતાનગર અને બાપોદ વિસ્તારમાં કોલેરાના કેસ દેખાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. શહેરમાં કોરોના બાદ હવે મચ્છરજન્ય રોગોએ શહેરને ભરડામાં લીધું છે. એક જ દિવસમાં 48 લોકોને ડેન્ગ્યૂ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી છે. બીજી તરફ શહેરમાં ચિકનગુનિયાના ફેલાયેલા વાવરમાં વધુ 27 કેસ પોઝિટિવ આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં નવા 35 અને પાલિકાના ચોપડે 13 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં ચિકનગુનિયાના 9 અને પાલિકામાં 18 કેસ નોંધાયા છે.

પાણીજન્ય રોગચાળાના કારણે 195 કેસ તાવના આવ્યા
પાલિકાનું તંત્ર શહેરમાં મચ્છરોના ઉપદ્રવને નાથવામાં નિષ્ફળ સાબિત થયું છે તે વાસ્તવિકતા છે. બીજી તરફ એક જ દિવસમાં પાલિકાના ચોપડે તાવના 663 નોંધાયા હતા. જ્યારે પાણીજન્ય રોગચાળાના કારણે 195 કેસ તાવના આવ્યા છે. પાલિકાની ટીમે કરેલા સરવેમાં ઝાડા-ઊલટીના 87 કેસ નોંધાયા હતા, જ્યારે કોલેરાના એકતાનગર અને બાપોદ વિસ્તારમાં નોંધાતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. પાલિકાની ટીમોએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનો માટે 36 કન્સ્ટ્રક્શન સાઈટ પર અને 30 હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 12 કન્સ્ટ્રક્શન સાઈટ અને 2 હોસ્ટેલને નોટિસ ફટકરવામાં આવી હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,794, દક્ષિણ ઝોનમાં 11,802, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

મંગળવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
ગોત્રી.

અન્ય સમાચારો પણ છે...