ફરિયાદ:વાલીએ અસુવિધાની પોસ્ટ કરતાં સ્કૂલે કુરિયરમાં LC મોકલી આપ્યું

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીએ સુવિધા માગી તો અમેરિકન સ્કૂલે 2 બાળકોની કારકિર્દી છંછેડી
  • વીપીએ સ્કૂલે જઇને વિરોધ નોંધાવશે, ડીઇઓમાં ફરિયાદ

અમેરિકન સ્કૂલ ઓફ બરોડાએ કોઇ પણ પ્રકારની નોટીસ આપ્યા વિના 2 વિદ્યાર્થીઓને એલસી આપી દીધી હોવાના આક્ષેપો વડોદરા પેરેન્ટ્સ એસોસીએશને કર્યા છે. વીપીએ દ્વારા આ અંગે સ્કૂલમાં જઇને વિરોધ નોંધાવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પણ ફરીયાદ કરી છે.શહેરના આજવા-નિમેટા રોડ પર આવેલી અમેરીકન સ્કૂલ ઓફ બરોડા દ્વારા ધોરણ 7 અને નર્સરીમાં અભ્યાસ કરતાં 2 વિદ્યાર્થીઓને કુરિયર થકી એલસી મોકલી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વડોદરા પેરેન્ટસ એસોસીએશનના પ્રમુખ કિશોર પીલ્લાઇએ જણાવ્યું હતું કે, શાળાએ તમામ હદ વટાવીને એક જ વાલીને એક ધોરણ 7 અને નર્સરીમાં ભણતા બાળકને કોઈપણ જાતની નોટિસ વગર શાળામાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હોતા. ત્યારબાદ, વાલીની માંગણી ન હોવા છતાં બપોરે કુરિયર દ્વારા બાળકોને શાળા છોડ્યાનું પ્રમણપત્ર મોકલી આપ્યું હતું. વડોદરા પેરેન્ટ એસોસિએશને ડીઇઓને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનાને લઈને બાળકો અને વાલીઓ હચમચી ઉઠ્યા છે.

​​​​​​​વડોદરા પેરેન્ટ એસોસિએશન શાળાએ જઇને આ અંગેનો વિરોધ નોંધાવશે. વધુમાં વીપીએના પ્રમુખે જણાવ્યું હતું કે, વાલી દ્વારા સોશ્યલ મિડિયામાં શાળામાં સુવિધાઓ સારી ના હોવા વિશે પોસ્ટ કરવામાં આવી હતી. જેના કારણે શાળાએ એલસી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે અમેરીકન સ્કૂલ ઓફ બરોડાની વેબસાઇટ પર આપેલા નંબર પર ઘટના અંગે પૂછવા સંપર્ક કર્યો હતો પણ સંપર્ક થઇ શકયો ના હતો.

અન્ય સમાચારો પણ છે...