તંત્ર નિંદ્રાધિન:વડોદરામાં નવલખી ગેંગ રેપ બાદ 70 મેદાનોની સુરક્ષાની વાતો માત્ર હવામાં જ રહી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવલખી બાદ વેક્સિન ગેંગ રેપનો બનાવ સરકારી તંત્રની લાપરવાહી પુરવાર કરે છે
  • બે વર્ષ પહેલાં પોલીસે મેદાનોમાં લાઇટ અને પેટ્રોલિંગ કરાશે તેવી જાહેરાતો કરી હતી પણ પરિણામ શૂન્ય

શહેરના વેક્સીન ગેંગ રેપના બંને બળાત્કારીને પોલીસ હજું પકડી શકી નથી ત્યારે શહેરમાં 2 વર્ષ પહેલા થયેલા નવલખી ગેંગ રેપનો બનાવ શહેરીજનોને યાદ આવી રહ્યો છે. આ બનાવમાં પણ શહેર પોલીસની નિષ્ફળતા બહાર આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને નરાધમોને પકડયા હતા.

ત્યારબાદ જે તે સમયે પોલીસ અને સરકારી તંત્રએ નવલખી મેદાન સહિત શહેરના વિવિધ વિસ્તારના 70થી વધુ મેદાનો અને ઝાંડી ઝાંખરા વાળા સ્થળોએ લાઇટની વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલીંગ કરવાની જાહેરાત કરી હતી પણ બે વર્ષ પછી પણ તેનું પરિણામ શુન્ય રહેતા સમી સાંજે વેક્સીન મેદાનમાં ફરી એક યુવતી બળાત્કારીઓનો ભોગ બની છે અને તેમાં પણ સરકારી તંત્રની સુરક્ષાની વાતો માત્ર હવામાં જ રહી ગઇ હતી.

નવલખી કમ્પાઉન્ડના ગેંગરેપની ચકચારી ઘટનાને પગલે શહેરમાં ખળભળાટ મચી જતાં તત્કાલીન પોલીસ કમિશનરે ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે તમામ ગ્રાઉન્ડો પર પોલીસ નજર રાખશે તેવી જાહેરાત કરી હતી.પરંતુ હવે આ જાહેરાતનો ફિયાસ્કો થયો છે. ઉલ્લેખનિય છે કે નવલખી કમ્પાઉન્ડમાં થયેલા ગેંગરેપના બનાવને પગલે શહેરમાં ભારે ઊહાપોહ સર્જાયો હતો.આ ગેંગરેપનો ભેદ અમદાવાદ પોલીસે ઉકેલ્યો હતો.ખુદ તત્કાલીન ગૃહમંત્રીએ પણ નવલખી મેદાનની મુલાકાત લીધી હતી.તે વખતના પોલીસ કમિશનરે વડોદરાના તમામ 70 જેટલા ગ્રાઉન્ડો પર પેટ્રોલિંગ તેમજ કેમેરાથી નજર રાખવાની જાહેરાત કરી હતી.

પરંતુ આ જાહેરાતની કોઇ અસર જોવા મળી નથી.જેને પગલે નવલખી કમ્પાઉન્ડના ગેંગરેપ જેવી વધુ એક ઘટના બહાર આવી છે. આ પહેલાં પણ નવલખી કમ્પાઉન્ડમાં બનેલી ગેંગરેપની ઘટના પૂર્વે મકરપુરાના ગ્રાઉન્ડમાં પણ એક મહિલાના પતિ પર હુમલો કરી લૂંટ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાને ખુલ્લી જગ્યામાં લઇ જઇ ગેંગરેપ કર્યો હતો.આમ, રેપની ઉપરા છાપરી ઘટનાઓ બનવા પામી છે ત્યારે હજું પણ સરકારી તંત્ર પાસે ચેતી જવાનો સમય છે અને આ ઘટનાથી બોધપાઠ લઇને શહેરમાં જે મોટા ખુલ્લા મેદાનો આવેલા છે તે મેદાનોની સુરક્ષા મજબુત બનાવાય તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...