હત્યાની શંકા:ભત્રીજાના આક્ષેપ બાદ ગુણાતિત સ્વામીનું રેકોર્ડિંગ FSLમાં મોકલાશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુણાતીતસ્વામી (ફાઇલ તસવીર) - Divya Bhaskar
ગુણાતીતસ્વામી (ફાઇલ તસવીર)
  • FSLમાં મોકલાયેલા મોબાઇલ-ગાતરિયાના રિપોર્ટની રાહ જોતી પોલીસ
  • સ્વામીએ કહ્યું હતું, મને ડર છે કે એ લોકો મને હાનિ પહોંચાડશે

સોખડા-હરિધામ મંદિરમાં ગુણાતિત સ્વામીનો આપઘાત નહીં પરંતુ તેમની હત્યા કરાઈ હોવાની શંકા તેમના જ કૌટુંબિક ભત્રીજાએ વ્યક્ત કરી છે. પોલીસે ભત્રીજા પાસેથી ગુણાતિત સ્વામી સાથે થયેલી વાતચીતના અંશો કબજે કરી FSLમાં મોકલ્યા છે.

જ્યારે ભત્રીજાના આક્ષેપ વચ્ચે મૃતક સાધુના પરિવારજનોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આક્ષેપો અંગે મંદિરના સાધુઓનું નિવેદન લેવાશે. આ પહેલાં સાધુના મોબાઈલ તેમજ જે ગાતરિયાથી ગળેફાંસો ખાધો તેને પણ FSLમાં મોકલાયો હતો.પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે. નોંધનિય છે કે, ગુણાતિત સાધુના આપઘાત પ્રકરણમાં પોલીસ CCTVના ફૂટેજના માધ્યમથી મર્ડરની વાતની થીયરીને સાચી ગણતી નથી.

ગુણાતિત સ્વામીના ભત્રીજાએ આક્ષેપ કર્યો હતો કે, સોખડામાં તેમની પર ટોર્ચર કરવામાં આવતું હોવાથી તેઓ મંદિરમાંથી નીકળી જવાની વાત કરતા હતા. કૌટુંબિક ભત્રીજાએ ગુણાતિતચરણ સાધુનું પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે મોત નિપજાવી ઘટનાને કુદરતી મૃત્યુનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

ભત્રીજા હરસુખભાઈ ત્રાગડિયાએ જણાવ્યું કે, ગુણાતિતચરણ સ્વામી સહિત અમુક સંતો માનસિક રીતે ગોંધાઈ રહ્યા હતા. ગુણાતિતચરણ સ્વામીએ હરસુખભાઈને જણાવ્યું હતું કે, મારે પ્રબોધ સ્વામી સાથે સોખડા છોડીને જતા રહેવું છે. પરંતુ પ્રબોધ સ્વામી જૂથ પાસે હાલ કોઈ વ્યવસ્થા ન હોવાથી, મારી ઉંમરને ધ્યાનમાં રાખીને પ્રબોધ સ્વામીએ હરિધામ સોખડામાં રોકાવાનું મને સૂચન કર્યું છે.

જ્યારે તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, મારા રૂમ પાર્ટનર પ્રભુપ્રિય સ્વામી મેનેજમેન્ટના વ્યક્તિઓના કહેવાથી તથા હરિધામ મંદિર મેનેજમેન્ટના વ્યક્તિઓ અમારા ઉપર ખૂબ જ માનસિક ત્રાસ વિતાવે છે અને મને હેરાન-પરેશાન કરે છે. આ પરિસ્થિતિમાં જીવવું મુશ્કેલ થઈ ગયું છે અને મને ડર છે કે એ લોકો મને હાનિ પહોંચાડશે.

અન્ય સમાચારો પણ છે...