તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકિત હત્યા પ્રકરણ:હત્યા કર્યા બાદ કાર સાફ કરી હરણીના પાર્કિંગમાં મૂકી હતી

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકિત હત્યા પ્રકરણમાં બંને હત્યારાની પૂછપરછ

અપશબ્દો બોલવાની અદાવતમાં ડભોઇ રોડ પરની રાજનગર સોસાયટીમાં રહેતા 10માં ધોરણના વિદ્યાર્થી અંકિતની હત્યા પછી હત્યારા અનિલ ભરવાડે તેની સ્વીફ્ટ કાર ને સાફ કરી હરણી રોડના રાજેશ્વર ગોલ્ડ ફ્લેટના પાર્કીંગમાં મુકી જાણે કંઇ બન્યું ના હોય તેમ ઘેર આવી ગયો હતો. પોલીસે આ કારને કબજે કરી વધુ તપાસ માટે એફએસએલને મોકલી આપી હતી.

દેણાની સીમમાંથી ગુરુવારે ડભોઇ રોડની રાજનગર સોસાયટીમાં રહેતા ધોરણ-10ના વિદ્યાર્થી 16 વર્ષીય અંકિત પ્રજાપતિની હત્યા કરાયેલી લાશ મળી હતી.પોલીસે આ ગુનામાં યોમ ઉર્ફે અનિલ હમીરભાઇ ભરવાડ, સાગરીત દિલીપ હમીરભાઇ ભરવાડ અને એક સગીરને દબોચી લીધા હતા. પોલીસે અનિલ ભરવાડ અને દિલીપના 9 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

હત્યારાઓએ ઉપયોગમાં લીધેલી સ્વિફ્ટ કાર અને મૃતકનો ફોન કબજે કરવા તથા હત્યારાઓનાં કપડા રિકવર કરવા સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે હરણી રોડના રાજેશ્વર ગોલ્ડ ફ્લેટના પાર્કીંગમાંથી અનિલની કાર કબજે કરીને તપાસ કરતાં કારને સાફ કરીને ચોખ્ખી કરી દેવાઇ હોવાનું જોવા મળ્યું હતું જેથી તપાસ માટે કારને એફએસએલને મોકલાઈ હતી. કારની સીટની નીચેથી મળેલી અનિલની મોજડી પરથી પણ લોહિના ડાઘ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો