તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુરાવાના નાશનો પ્રયાસ:યુવકની હત્યા બાદ હાથ-પગ બાંધીને મહીસાગરમાં ફેંકી દીધેલી લાશ મળી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા યુવકની ગળુ દબાવી હત્યા કરાયાનું પોલીસનું અનુમાન
 • પોઇચા ફ્રેંચવેલ પાસે સડી ગયેલી લાશ તરતી હતી
 • જિલ્લા એલસીબી પણ તપાસમાં જોડાઇ

સાવલીના પોઇચા પાસે એકસપ્રેસ હાઇવે નજીક મહીસાગર નદીમાં રવિવારે બપોરે હત્યા કરી દેવાયેલી હાલતમાં 35 વર્ષના યુવકની લાશ મળી આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ યુવકના ગળાના ભાગે કપડું બાંધેલું તથા હાથે પગે પણ દોરી બાંધેલી જોવા મળી હતી. આ યુવકની ઓળખના પ્રયાસો કરવાની સાથે હત્યારાઓ વિશે પણ તપાસ શરૂ કરાઇ છે. તપાસમાં જિલ્લા એલસીબીની ટીમો પણ જોડાઇ છે.

પોલીસ સુત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે બપોરે 4 વાગ્યાના અરસામાં સાવલીના પોઇચા રાણિયા ગામ નજીક મહિસાગરના કિનારા પર વીએમસી વોટર પ્લાન્ટ પાસે અજાણ્યા 35 વર્ષીય યુવકની લાશ મળી આવતાં સ્થાનિકોમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. પોઇચામાં રહેતા ધીરેન્દ્રસિંહ અર્જુનસિંહ રાઠોડે પોલીસને જણાવ્યું હતું કે તેમને જાણ થઇ હતી કે મહીસાગરમાં અજાણ્યા યુવકની લાશ મળી હોવાની જાણ થતાં તેમણે ફ્રેન્ચ વેલના બ્રિજ પર પહોંચી જોતા પહેલાં પિલ્લરથી 50 ફુટ ઉપર લાશ તરતી જણાઇ હતી.

લાશના મોંઢાના ભાગે તથા ગળાના ભાગે કપડું બાંધેલું જોવા મળ્યું હતું. જયારે પ્લાસ્ટિકની લાલ દોરીથી ગળાના ભાગે તથા બંને હાથ પગ પણ આ દોરીથી બાંધેલા હતા. લાશ પાણીમાં રહેવાના કારણે ફૂગાઇ ગઇ હોવાનું જણાયુ હતું. 35 વર્ષના આ અજાણ્યા યુવકે બનિયન અને નાઇટ ટ્રેક પેન્ટ પહેરેલું છે. જમણા હાથમાં તેણે સ્ટીલનું કડું તથા નાડા છડી બાંધેલી જણાઇ હતી. યુવકનું ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાનું તપાસમાં જણાતા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. યુવકની પણ ઓળખ શરુ કરાઇ હતી. યુવકની ઓળખ અને હત્યારાઓ વિશે ભાદરવા પોલીસ તથા એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી હતી.

ચાલુ વાહને હત્યા બાદ બ્રિજ પરથી લાશ ફેંકી હોવાની શકયતા
હત્યારાઓએ ચાલુ વાહનમાં આ યુવકની ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેને હાથે પગે દોરી બાંધી દઇ ગળુ પણ બાંધી દઇ એકસપ્રેસ વેના બ્રિજ પરથી જ લાશ ફેંકી દીધાની શકયતા છે. કારણ કે આ લાશ જયાં મળી તેની 500 મીટર દૂર જ એકસપ્રેસ વેનો બ્રિજ છે. બેથી ત્રણ દિવસ પહેલાં લાશ નદીમાં ફેંકાઇ હોવાની શકયતા છે.

એકસપ્રેસ વે પરના અઠવાડિયાના સીડીઆર ચકાસવાનું શરૂ કરાયું
પોલીસે અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે પર એક સપ્તાહમાં પસાર થયેલા તમામ વાહનોનો ડેટા ચકાસવાની સાથે આ સ્થળ પર એક્ટિવ રહેલા મોબાઇલ ફોન પણ ચકાસવાનું શરુ કર્યું છે. આ ઉપરાંત વડોદરા શહેર જિલ્લા, અમદાવાદ, આણંદ, સુરત, ભરૂચ તથા રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ગુમ થયેલા યુવકોની યાદી પણ ચકાસાઇ રહી છે.

યુવકના કાંડે સ્ટીલનું કડું અને નાડા છડી હતા
​​​​​​​પોલીસને યુવકના જમણા હાથના કાંડાના ભાગે સ્ટીલનું કડુ પહેરેલું જોવા મળ્યું હતું જયારે નાડા છડી પણ બાંધેલી જોવા મળતાં તેના આધારે યુવકની ઓળખના પ્રયાસ શરુ કર્યા હતા. ગુજરાતભરનો ડેટા એકત્ર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો