તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • After The Murder Of A Vadodara Couple In Dubai, Niradhar's 2 Daughters Were Murdered In Dubai By A Pakistani Servant Two And A Half Years Ago On A Golden Visa From The UAE.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિક્ટિમ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત મદદ:દુબઇમાં વડોદરાના દંપતીની હત્યા બાદ નિરાધાર 2 પુત્રીને UAEના ગોલ્ડન વિઝા, અઢી વર્ષ પહેલાં પાકિસ્તાની નોકર દ્વારા દુબઈમાં હત્યા કરાઈ હતી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
દંપતીની હત્યા બાદ બે પુત્રીને UAE સરકારે ગોલ્ડન વિઝા આપ્યા હતા. - Divya Bhaskar
દંપતીની હત્યા બાદ બે પુત્રીને UAE સરકારે ગોલ્ડન વિઝા આપ્યા હતા.
 • UAE સરકારે બંને પુત્રી સાથે દાદા- દાદીને પણ વિઝા આપ્યા

મૂળ વડોદરાના હિરેન અઢિયા અને તેમનાં પત્ની વિધિ દુબઈની ઓઈલ કંપનીમાં કામ કરતાં હતાં. તેમના ઘરે પાકિસ્તાની નોકર પણ કામ કરતો હતો. 2018માં જૂનમાં ઘરમાં ચોરી કરતા પાકિસ્તાની નોકરને હિરેન અઢિયા જોઈ ગયા હતા. જેથી નોકરે ચપ્પુના 15 ઘા મારી તેમની હત્યા કરી હતી અને તેમનાં પત્ની પર પણ ચપ્પુના ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી. તેમની મોટી પુત્રીએ પોલીસને જાણ કરી હતી. દુબઇ પોલીસે ઘટનાના 24 કલાકમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

ઘટનામાં નિરાધાર બની ગયેલી બંને પુત્રીની મદદે યુએઈ સરકાર આવી હતી અને બંનેને ગોલ્ડન વિઝા આપ્યા હતા. ઉપરાંત તેમનાં દાદા-દાદીને પણ ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા હતા અને સરકારે બંને પુઓને સતત માર્ગદર્શન પણ આપ્યું હતું. બંને પુત્રીને બે યુનિવર્સિટીમાં ભણતરનો ખર્ચ પણ સરકાર દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો