માતા-પુત્રી મર્ડર કેસ:'હત્યા કર્યા બાદ હું પત્ની-દીકરીના મૃતદેહ પાસે 1 કલાક સુધી બેસી રહ્યો, પત્નીએ ડૂસકાં ભરતાં છાતી પર બેસી ગળું દબાવ્યું હતું', ઘરજમાઈની કબૂલાત

વડોદરા12 દિવસ પહેલા
  • ઉંદર નથી તો દવા કેમ લાવ્યા છે એવી પડોશીઓની શંકા સાચી ઠરી

વડોદરા શહેરના સમા વિસ્તારના ચંદન પાર્કમાં માતા અને પુત્રીનાં રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પતિએ ગૃહકલેશ, પ્રેમપ્રકરણ સહિતનાં કારણોથી કંટાળીને પત્ની અને પુત્રીને આઇસક્રીમમાં ઝેર આપ્યા બાદ બંનેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખૂલ્યું હતું. પત્ની અને પુત્રીને ઝેર મિશ્રિત આઇસક્રીમ ખવડાવી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિ તેજસ પટેલે પોલીસને જણાવ્યું હતું કે મોડી રાત્રે આઇસક્રીમ ખાધા બાદ પત્ની શોભનાએ હલનચલન કરતાં અને ડૂસકાં ભરતાં તેણે પત્નીની છાતી પર બેસી જઇ તેનું ગળું દબાવ્યું હતું. તદુપરાંત પુત્રીના મોઢા પર તકિયો લગાવ્યો, તે પણ જીવતી ન રહે એના માટેના પ્રયાસો કર્યા હતા. આ ઘટના બાદ પણ બંને જીવિત ન રહે એ માટે સતત એક કલાક સુધી પત્ની અને પુત્રીના મૃતદેહનું તેજસે સતત ઓબ્ઝર્વેશન કર્યું હતું.

એ રાતે શું બન્યું?

રાત્રે 10.30 વાગ્યે : પુત્રી સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા રમી ઘરે આવી.

રાત્રે 11 વાગ્યે : ઝેર મિશ્રિત આઇસક્રીમ તેજસે પત્ની અને પુત્રીને ખવડાવ્યો, પોતે ઝેર વિનાનો આઇસક્રીમ ખાધો.

રાત્રે 12.30 વાગ્યે: પત્ની હલનચલન કરી ડૂસકાં ભરવાનું શરૂ કરતાં તેજસ તેની છાતી પર બેસી જઈ ગળું દબાવ્યું. ઝપાઝપીમાં પત્નીના ગળા પર ઇજા થઈ.

રાત્રે 12. 40 વાગ્યે : પુત્રી જીવિત ન રહે એ માટે તેના મોઢા પર તકિયો મૂકી દબાવી રાખ્યો.

રાત્રે 2 વાગ્યે : બંને મોતને ભેટ્યા હોવાની ખાતરી કરી તેજસ નીચે આવ્યો અને પત્ની અને પુત્રી ઊઠતાં નથી એમ તેના સાળાને જણાવ્યું.

ચંદન પાર્કમાં માતા અને પુત્રીનાં રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો.
ચંદન પાર્કમાં માતા અને પુત્રીનાં રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો.

પીએમમાં પેટમાં ઝેરની માત્રા મળી આવી હતી
ગત 10 ઓક્ટોબરની મોડી રાત્રે દોઢ-બે વાગ્યાના સુમારે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં ઘરજમાઈ તરીકે રહેતા તેજસ પટેલે નીચે રહેતા સાળા જિતેન્દ્ર બારિયાને ઉઠાડી પત્ની શોભના(ઉં.36) અને કાવ્યા(ઉં.6) જાગતાં નથી, એમ જણાવતાં પરિવારજનો બંનેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં. જોકે મૃતક પત્ની શોભનાબેનના ગળા પર ઇજાનાં નિશાન અને પીએમમાં પેટમાં ઝેરની માત્રા મળી આવી હતી.

પત્ની અને પુત્રીને ઝેર મિશ્રિત આઇસક્રીમ આપ્યા બાદ બંનેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખૂલ્યું હતું.
પત્ની અને પુત્રીને ઝેર મિશ્રિત આઇસક્રીમ આપ્યા બાદ બંનેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખૂલ્યું હતું.

આઇસક્રીમ ખાધા બાદ પત્ની અને દીકરી સૂઇ ગયાં હતાં
તેજસના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં ઝેરી દવાથી કેવી રીતે વ્યક્તિ મરી શકે એ પ્રમાણેની માહિતી મળતાં જ પોલીસે પતિ તેજસની આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે રાતે પુત્રી કાવ્યા ગરબા રમીને આવ્યા બાદ તેજસે અગાઉથી લાવી રાખેલો આઇસક્રીમમાં ઉંદર મારવાની દવા મિશ્રિત કરી પત્ની શોભના અને પુત્રી કાવ્યાને ખવડાવ્યો હતો. તેણે પોતે ઝેરના મિશ્રણ વિનાનો આઇસક્રીમ ખાધો હતો. આઇસક્રીમ ખાધા બાદ પત્ની અને દીકરી સૂઇ ગયાં હતાં. થોડા સમય બાદ શોભનાએ ઝેરી દવાને કારણે ડૂસકાં ભરવાનું ચાલુ કરતાં તેજસ ચોંકી ઊઠ્યો હતો. તરત જ તે પત્ની શોભનાની છાતી પર બેસી ગયો હતો અને ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ પુત્રી કાવ્યા પણ જીવતી ન રહે એ માટે નિર્દયી પિતાએ તેના મોઢા પર તકિયું મૂકી દબાવી દીધું હતું.

પત્ની-દીકરી જીવિત ન રહે એ માટે 1 કલાક સુધી મૃતદેહોનું ઓબ્ઝર્વેશન કર્યું હતું.
પત્ની-દીકરી જીવિત ન રહે એ માટે 1 કલાક સુધી મૃતદેહોનું ઓબ્ઝર્વેશન કર્યું હતું.

તું તારી સાસુ અને નણંદ વિશે કશું બોલીશ તો તમને બંનેને કઈ કરી નાખીશ
તેજસ ધો.12 સુધી ભણેલો છે. જ્યારે શોભનાએ બી.એ.નો અભ્યાસ કર્યો હતો. તેજસ કરતાં શોભનાબેન ઉંમરમાં 6 વર્ષ મોટાં હતાં. તેજસ વર્ષ-2016થી સાસરીમાં ઘર જમાઇ તરીકે રહેતો હતો, જે તેને પસંદ ન હતું. પત્ની શોભના સાથે અવારનવાર તેજસની માતા અને બહેન મુદ્દે ઝઘડા થતા હતા. તેજસનું અન્ય યુવતી સાથે પ્રેમ હોવા મુદ્દે પણ બંને વચ્ચે ખટરાગ સર્જાતો હતો. એકવાર તેજસે ધમકી આપતાં જણાવ્યું હતું કે તું તારી સાસુ કે નણંદ વિશે કઇ બોલીશ તો હું બંનેને કઈ કરી નાખીશ અથવા હું કઈ કરી લઈશ.

તેજસે ઝેર મિશ્રિત આઇસક્રીમ પત્ની અને પુત્રીને ખવડાવ્યો, પોતે ઝેર વિનાનો આઇસક્રીમ ખાધો હતો.
તેજસે ઝેર મિશ્રિત આઇસક્રીમ પત્ની અને પુત્રીને ખવડાવ્યો, પોતે ઝેર વિનાનો આઇસક્રીમ ખાધો હતો.

ઉંદર નથી તો દવા કેમ લાવ્યા, પડોશીઓની શંકા સાચી ઠરી
સમામાં માતા-પુત્રીના ભેદી મોતમાં બેવાર તપાસ બાદ પોલીસને ધાબા પરથી ઝેરી દવા મળી હતી. જોકે પડોશીઓને શંકા હતી કે સોસાયટીમાં ઉંદરનો ત્રાસ નથી તો દવા કેમ લવાઈ હતી. આ કેસ આપઘાતનો નહીં, હત્યાનો છે, જે તપાસ બાદ શંકા સાચી ઠરી હતી.