• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After The Marriage, The Father Of Two Children Ran Away With Another Woman, Abhayam Sheltered The Woman Who Had Been Carrying The Children For A Month In Savli.

અભયમ મદદે આવી:પ્રેમલગ્ન બાદ બે સંતાનોના પિતા અન્ય મહિલા સાથે ભાગી ગયો, એક મહિનાથી બાળકો સાથે રઝળતી મહિલાને અભયમે સાવલીમાં આશ્રય અપાવ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા જિલ્લાના સાવલીમાં એક મહિલા નાના બાળકો લઇને સવારથી રાત સુધી બેસી રહી હતી. જેથી એક ત્રાહિત વ્યક્તિએ મદદ કરવાની ભાવનાથી 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મહિલાને સાંત્વના આપી અટૂલી મહિલાને બાળક સહિત સુરક્ષિત આશ્રય આપ્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી મહિલા એક યુવક સાથે પરિચયમાં આવતા તેની સાથે પ્રેમલગ્ન કરી ગુજરાત આવી ગયા હતાં. લગ્નજીવનથી તેઓને બે બાળકીનો જન્મ થયા બાદ તેનાં પતિ અન્ય સ્ત્રી સાથે પત્ની અને બાળકોને એકલા મૂકી ભાગી ગયા હતા. જેથી મહિલા બાળકો સાથે હવે ક્યાં જવું તે વિમાસણમાં હતા અને છેલ્લા એક મહિનાથી ભટકતું જીવન જીવતા હતા.

અભયમની ટીમે મહિલાને તેનાં માતાપિતા સાથે પરત ફરવામાં મદદરૂપ બનવા જણાવ્યું હતું. પરંતું મહિલાએ ના પાડી કે પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા છે જેથી તેઓ મને અપનાવશે નહી. જેથી તેઓને બાળકો સહિત ઓ.એસ.સીમાં સુરક્ષિત આશ્રય આવ્યો છે.