તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં લવ-જેહાદ:યુવતીએ ચોધાર આંસુ સાથે કહ્યું, ‘નિકાહ બાદ સમીર કુરેશીએ મને ટોણો માર્યો કે દલિતની છોકરીઓ તો મુસલમાન બનવા માટે જ બનેલી છે’

વડોદરા3 મહિનો પહેલાલેખક: નિરવ કનોજિયા
  • કૉપી લિંક
તસવીર: આરોપી સમીર અબ્દુલ કુરેશી ઉર્ફે સેમ માર્ટિન. - Divya Bhaskar
તસવીર: આરોપી સમીર અબ્દુલ કુરેશી ઉર્ફે સેમ માર્ટિન.
  • લવ-જેહાદનો ભોગ બનેલી યુવતીએ ચોધાર આંસુ સાથે ભાસ્કર સમક્ષ દર્દ વ્યક્ત કર્યું
  • સમીરની માતા કહેતી હતી કે તું હવે મુસલમાન થઈ ચૂકી છે
  • ઝૂંપડપટ્ટીમાં નિકાહનામું કરનાર સમીર મારા પિતા પાસે 40 લાખની ફોર્ચ્યુનર કાર માગતો હતો
  • ગર્ભપાત વખતે ભાંડો ફૂટ્યો કે સેમ માર્ટિન નહીં, સમીર છે: પીડિતા

શહેરની યુવતીને તરસાલીના મુસ્લિમ યુવકે પોતે ખ્રિસ્તી હોવાનું કહીને પ્રેમજાળમાં ફસાવી હતી. શરૂઆતમાં મીઠી ભાષા બોલતો સેમ માર્ટિન અસલમાં સમીર કુરેશી હોવાનું જાણતાં યુવતી અને તેના પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. અનેકવાર શારીરિક શોષણ કર્યા બાદ બળજબરીથી ધર્માંતરણ કરાવી નિકાહ પઢાવી લેનાર સમીર અને તેના પરિવારે યુવતીને તું હવે મુસ્લિમ બની ગઈ છે એમ કહી મંદિરે જવા પર અને કપાળમાં ચાંદલો લગાવવા સહિતની પાબંદીઓ લગાવી અત્યાચાર ગુજારવારનું શરૂ કર્યું હતું. લવ-જેહાદનો ભોગ બન્યા બાદ પાંચ મહિના સુધી અત્યાચાર અને છેતરપિંડી સહન કરનારી યુવતીએ આખરે ચોધાર આંસુ સાથે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.

ભોગ બનનારી યુવતીએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં મારો સંપર્ક સોશિયલ મીડિયા મારફત સેમ માર્ટિન સાથે થયો હતો. તે પોતે ખ્રિસ્તી હોવાનું જણાવતાં મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો. સતત બે વર્ષ સંબંધ રહ્યો. તેણે જાણ બહાર મારા અંગત પળોના ફોટા પાડ્યા હતા અને એને વાઇરલ કરવાની ધમકી આપી મારી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. એને કારણે બે વાર એબોર્શન કરાવ્યું હતું. જે વખતે મારું એબોર્શન કરાવ્યું એ સમયે મને શંકા ગઈ હતી અને મને પહેલીવાર જાણ થઈ હતી કે તે સેમ માર્ટિન નહીં, પણ સમીર અબ્દુલ કુરેશી છે. મેં એ સમયે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મને અને મારા પરિવારને ગોરવા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં લઈ ગયા હતા. ત્યાં નિકાહનામું કરવામાં આવ્યું હતું. મને ત્યાં જબરદસ્તી સુહાના નામ આપવામાં આવ્યું હતું. જોકે નિકાહનામા બાદ તેઓ તેમના ઘરે ગયા હતા અને અમે પણ અમારા ઘરે ગયાં હતાં.

પીડિતાએ વધુમાં કહ્યું કે હું જ્યારે તેના ઘરે હતી એ વખતે સમીરે મને કહ્યું હતું કે હું મુસલમાન છું, તારે પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. તેની માતાએ પણ મને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. હું ઘરની બહાર જાઉં તો મને બુરખો પહેરવાનું કહેવામાં આવતું હતું. તદુપરાંત તેની માતા મને કહેતી હતી કે તું હવે મુસલમાન થઈ ચૂકી છે, તેથી ચાંદલો નહીં લગાવવાનો અને મંદિરે નહીં જવાનું. જો તું આ બધું કરીશ તો તને મારી નાખીશું. લગ્ન પહેલાં સમીર અમારા ઘરે આવતો જતો હતો, પરંતુ લગ્ન બાદ તે મને જાતિવિષયક અભદ્ર ભાષા બોલતો હતો. તેણે મને ટોણો માર્યો હતો કે તમારી દલિત જાતિની છોકરીઓ મુસલમાન બનવા માટે જ બનેલી છે. હદ તો ત્યાં થઈ કે મારાં માતા-પિતાને જાતિ અપમાનિત શબ્દો કહી તેમના ઘરમાં જ પ્રવેશ આપ્યો નહોતો. લગ્ન બાદ સમીરના પરિવારે બીજા સંબંધીઓ મારફત મારા પરિવાર પાસે રૂ. 40 લાખની ફોર્ચ્યુનરની માગણી કરી હતી. હું હિન્દુ છોકરીઓને એક વાત કહું છું કે તમે મુસ્લિમ છોકરાઓ પર કોઈ દિવસ વિશ્વાસ ન કરશો. તે છેલ્લે તેમના ધર્મ પર જ આવી જાય છે.

એડવોકેટ હિતેશ ગુપ્તાના જણાવ્યા મુજબ, આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ

IPCડિસ્ક્રિપ્શનસજાની જોગવાઈ
498 કદહેજની માગ સાથે ત્રાસ3 વર્ષ
376(2)(N)વારંવાર દુષ્કર્મ

10 વર્ષની આજીવન કેદ

377સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

10 વર્ષની આજીવન કેદ

312ગર્ભપાત3 વર્ષ
313સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત

આજીવન કેદ અથવા 10 વર્ષ

504અપશબ્દોનો ઉચ્ચાર2 વર્ષ
506(2)જાનથી મારી નાખવાની ધમકી7 વર્ષ
120(B)ગુનાહિત કાવતરું

કેસની મુખ્ય કલમ જેટલી સજા

ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ કલમ 4બળજબરીપૂર્વક અથવા તો ખોટું પ્રલોભન આપી ધર્મપરિવર્તન કરાવવું10 વર્ષની સજા, 5 લાખ દંડ
એટ્રોસિટી એક્ટ 3(1)(w)(1)(2)અનુ. જાતિ-જનજાતિનું હોવાનું જાણી શારીરિક શોષણ કરવાના ઇરાદે અડવું

ઓછામાં ઓછી 6 મહિના વધુમાં વધુ 5 વર્ષ

3(2)(5)અનુ. જાતિના હોવાનું જાણવા છતાં મિલકતના સંદર્ભે ગુનાને લાગતો ગુનોઆજીવન કેદ

5 મહિના અમે કેવી યાતનાઓ ભોગવી છે એ અમે જ જાણીએ છીએ
પીડિતાનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે પહેલાં સમીર મીઠું મીઠું બોલતો હતો. ત્યાર બાદ મારા ઘરના લોકોને વારંવાર ધમકાવતો અને મારી જાતિ વિરુદ્ધ બોલી ગંદી ગાળો ભાંડતો હતો. પાંચ મહિનામાં અમે જે યાતનાઓ ભોગવી છે એ અમે જ જાણીએ છીએ. મારી છોકરી જે રીતે ફસાઈ એ રીતે બીજી હિન્દુ છોકરીઓ મુસ્લિમ છોકરાઓની માયાજાળમાં ના ફસાય એ ધ્યાન રાખજો. લગ્ન બાદ 20 દિવસ સુધી મારી પુત્રીને ગોંધી રાખી હતી.

હવે નવા કાયદાના અમલીકરણથી બહેન-દીકરીઓને રક્ષણ મળશે
નીરજ જૈન, પ્રાંત વિધિ પ્રમુખ, ગુજરાત હિન્દુ જાગરણ મંચે કહ્યું કે ગુજરાત સરકારે નવા કાયદાનું જલદીથી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, જેનાથી બહેન-દીકરીઓને રક્ષણ મળશે. ગુજરાતમાં કોઈની પણ દીકરી હોઈ તેની સાથે અન્યાય થયો હોય, ધર્મપરિવર્તન કરાવી છેતરપિંડી કરાઇ હોઈ તેને મદદ કરીને રક્ષણ આપીશું.